Home /News /world /

રોહિંગ્યાને મ્યાનમાર પાછા મોકલવાની ઘટનાને બાંગ્લાદેશે ગણાવી સારી શરૂઆત

રોહિંગ્યાને મ્યાનમાર પાછા મોકલવાની ઘટનાને બાંગ્લાદેશે ગણાવી સારી શરૂઆત

બાંગ્લાદેશના પ્રધાનમંત્રીના રાજનીતિક સલાહકાર એચટી ઇમામે સાત રોહિંગ્યાને મ્યાનમાર મોકલવાની ઘટનાને સારી શરૂઆત ગણાવી

બાંગ્લાદેશમાંથી રોહિંગ્યાની મ્યાનમાર વાપસી પર એચટી ઇમામે કહ્યું હતું કે સાત લોકો અને 12 લાખ શરણાર્થીઓમાં ઘણો ફરક છે.તેની સરખામણી થઈ શકે નહીં. પણ નૈતિક રીતે સાચું છે કે મ્યાનમાર સાત લોકોને પાછા લઈ રહ્યું છે

    બાંગ્લાદેશના પ્રધાનમંત્રીના રાજનીતિક સલાહકાર એચટી ઇમામે સાત રોહિંગ્યાને મ્યાનમાર મોકલવાની ઘટનાને સારી શરૂઆત ગણાવી છે. જ્યારે એનઆરસી પછી ગેરકાયદેસર બાંગ્લાદેશી પ્રવાસીઓને પાછા મોકલવાના મુદ્દા પર તેમણે કહ્યું હતું કે તેને લઈને અમારો દેશ ચિંતિત નથી, કારણ કે શેખ હસીનાએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે અને આશ્વાસન આપ્યું છે કે આવું કશું થશે નહીં.

    પીએમ હસીનાના રાજનીતિક સલાહકાર એચટી ઇમામે ન્યૂઝ 18 સાથેની ખાસ વાતચીતમાં કહ્યું હતું કે સાત રોહિંગ્યા મુસલમાનને ડિપોર્ટ કરવા ભારતનો ઘરેલું મામલો છે. આ મુદ્દે ટિપ્પણી કરવી યોગ્ય નથી, કારણ કે ભારત અને મ્યાનમાર વચ્ચે શું વાતચીત થઈ છે તે વિશે અમને જાણકારી નથી.

    આ મામલે ભારત સરકાર પાસેથી અને આંતરરાષ્ટ્રીય સ્તર પર બાંગ્લાદેશ કયા પ્રકારની મદદ ઇચ્છે છે? આ સવાલ પર ઇમામે કહ્યું હતું કે રોહિંગ્યાના મામલે બીજા દેશ જેમ કે અમેરિકા, કેનેડા અને યુરોપિયન દેશોએ ફક્ત વાતચીત કરી નથી પણ રોહિંગ્યા શરણાર્થીઓની મદદ માટે જરૂરી સામાન પણ મોકલાવ્યો છે. આ મામલે અમારી સૌથી વધારે મદદ ભારતે કરી છે. ભારત સંયુક્ત રાષ્ટ્ર સંઘનું એક મહત્વપૂર્ણ સભ્ય છે. જેથી અમે ઇચ્છીએ છીએ કે ભારત રોહિંગ્યા મુદ્દા પર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે અને મ્યાનમાર પર રોહિંગ્યા શરણાર્થીઓેને પાછા લેવાનું દબાણ બનાવે.

    'Champions of the Earth' બન્યા પછી મોદીએ શું કહ્યું? જાણો ખાસ વાતો

    બાંગ્લાદેશમાંથી રોહિંગ્યાની મ્યાનમાર વાપસી પર એચટી ઇમામે કહ્યું હતું કે સાત લોકો અને 12 લાખ શરણાર્થીઓમાં ઘણો ફરક છે.તેની સરખામણી થઈ શકે નહીં. પણ નૈતિક રીતે સાચું છે કે મ્યાનમાર સાત લોકોને પાછા લઈ રહ્યું છે. આ કારણે એક સારી શરૂઆત છે.

    એનઆરસી મુદ્દા પર એચટી ઇમામે કહ્યું હતું કે આ ભારતની આંતરિક સમસ્યા છે. અમને નથી ખબર કે તે કયા લોકો છે. જેમને બાંગ્લાદેશી બતાવવામાં આવી રહ્યા છે. પણ ઇતિહાસ પ્રમાણે બાંગ્લાદેશી મૂળના લોકો ઘણા વર્ષો પહેલા ભારત ગયા હતા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: બાંગ્લાદેશ, મ્યાનમાર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन