239નો ભોગ લેનારા MH370 વિમાનને પાયલટે જ કર્યું હતું ક્રેશઃ એક્સપર્ટ

  • Share this:
    અત્યારસુધીના સૌથી રહસ્યમય મલેશિયાના MH370 વિમાન ક્રેશમાં વધુ એક થિયરી સામે આવી છે, આ થિયરીમાં દાવો કરાયો કે પ્લેન ક્રેશ નહીં પરંતુ જાણી જોઇને કોઇએ હત્યાકાંડ કર્યો છે. એવિએશન એક્સપર્ટ્સે તૈયાર કરેલા એક રિપોર્ટમાં દાવો કરાયો કે પાયલટે જાણી જોઇને પ્લેનને રડાર સંપર્ક તોડી નાખ્યો હતો. 4 વર્ષ પહેલાં 239 પેસેન્જર્સ લઇને જઇ રહેલું મલેશિયાનું બોઇંગ 777 પ્લેન બીજિંગથી કુઆલા લામ્પુર વચ્ચેના રૂટમાંથી અચાનક ગાયબ થઇ ગયું હતું.

    એવિએશન એક્સપર્ટ પેનલમાં ભૂતપૂર્વ સીનિયર ઇન્વેસ્ટિગેટર લેરી વેન્સે ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ ઓફ કેનેડા સાથે મળીને ઓસ્ટ્રેલિયન કરન્ટ અફેર્સ પ્રોગ્રામમાં 60 મિનિટનો રિપોર્ટ રજૂ કર્યો, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્લેનના પાઇલટ કેપ્ટન ઝહારી અહમદ શાહે જાણી જોઇને હત્યાકાંડને અંજામ આપ્યો છે. લેરી વેન્સે કહ્યું કે, પ્લેન સાથે શું થયું તે વિશે તેઓને પોતાની જાણકારી વિશે વિશ્વાસ છે. પ્લેનની અંતિમ ક્ષણો વિશે લોકોમાં મતમતાંતર જોવા મળી શકે છે.' આ પેનલમાં એવિએશન સેફ્ટી એક્સપર્ટ કેપ્ટન જ્હોન કોક્સ અને માર્ટીન ડોલાનનો પણ સમાવેશ થાય છે. આ બંને એક્સપર્ટ MH370 ગૂમ થયું તે સમય દરમિયાન ઓસ્ટ્રેલિયન ટ્રાન્સપોર્ટ સેફ્ટી બ્યુરોમાં ચીફ કમિશનર રહી ચૂક્યા છે. કેપ્ટન જ્હોન અને માર્ટિન ડોલાન વધુ એક વખત આ પુરાવાઓની ચકાસણી કરશે.



    કોણ છે જવાબદાર ?

    એક્સપર્ટ પેનલના રિપોર્ટ દાવો કરાયો કે પ્લેન અચાનક જ રડારમાંથી ગાયબ થઇ જવા પાછળ કેપ્ટર ઝહારીનો જ હાથ છે. એક્સપર્ટ્સે જણાવ્યું કે, પાઇલટ પોતાની જાતને મારી નાખવા ઇચ્છતો હતો. તેથી જ તે પ્લેનને એવા રિમોટ એરિયામાં લઇ ગયો જ્યાંથી તેને રડારમાં શોધવું મુશ્કેલ બની જાય. બોઇંગ 777 પાઇલટ અને ઇન્સ્ટ્રક્ટર સિમોન હાર્ડએ જણાવ્યું કે, કેપ્ટન ઝહારીએ પ્લેનને મલેશિયા અથવા થાઇ મિલિટરી રડારમાં શોધી ના શકાય તે હેતુથી બંને દેશોના એરસ્પેસની વિરૂદ્ધ દિશામાં પ્લેન ઉડાવ્યું હતું. હાર્ડીએ પ્રોગ્રામમાં જણાવ્યું કે, એરક્રાફ્ટ જેવું થાઇલેન્ડ અને મલેશિયાને ક્રોસ કર્યું તે નીચે ઝોલા ખાવા લાગ્યું. જેનો અર્થ એ થયો કે, તે બંને દેશોના બોર્ડર રડારની વચ્ચે વારંવાર આવતું-જતું રહ્યું. રડારમાં વારંવાર પ્લેન દેખાવા અને ગાયબ થવાના કારણે બંને દેશોના કંટ્રોલરે એરક્રાફ્ટ સામે ખાસ ધ્યાન આપ્યું નહીં. અંતે આ પ્લેન કાયમ માટે ગાયબ થઇ ગયું. તેઓએ વધુમાં કહ્યું કે હું પણ આવી રીતે પ્લેન ગાયબ કરી શકુ છું.

    એક્સપર્ટ રિપોર્ટ બાદ પણ મલેશિયા ગવર્મેન્ટે આ મુદ્દે કોઇ પણ પ્રકારના નિવેદન આપવાનું ટાળ્યું હતું. મલેશિયા સરકારે ટેક્સાસ બેઝ્ડ કંપની ઓશિયન ઇન્ફિનિટી સાથે 'નો ક્યોર નો ફી' ડીલ સાઇન કરી છે. જેથી આ કંપની ગાયબ થયેલા પ્લેનને શોધી શકે.
    Published by:Sanjay Vaghela
    First published: