Home /News /world /જોત જોતામાં મગરને જીવતો જ ગળી ગયો અજગર, video જોઈને ઉડી જશે હોશ
જોત જોતામાં મગરને જીવતો જ ગળી ગયો અજગર, video જોઈને ઉડી જશે હોશ
અજગર અને મગર વચ્ચેની લડાઈનો વાયરલ વીડિયો
crocodile and python fight video: ઓસ્ટ્રેલિયામાં એક અજગર અને મગર વચ્ચે ખુની જંગની ઘટના કેમેરામાં કેદ થઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે મગર અને અજગર એકબીજાના જાનના દુશ્મન બન્યા છે જેમાં મગરે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ભિમકાય અજરગ મગરને જીવતો ગળી ગયો હતો.
Viral Video: મગર (Crocodile) એટલો ખતરનાક શિકારી હોય છે કે તે પોતાના શિકારને જીવતો હડપ કરી જાય છે તો બીજી તરફ અજગર (Python) પણ પોતાના શિકારને જીવતો ગળી જવામાં માહિર હોય છે. જો તમને પૂછવામાં આવે તો કે જો બંને વચ્ચે લડાઈ થાય તો કોણ જીતે? તમારો જવાબ મગર હોઈ શકે. પરંતુ સોશિયલ મીડિયામાં (social media) મળેલો વીડિયોમાં કંઈક અલગ જ નજારો જોવા મળે છે. આ વીડિયો જોઈને તમારા રુવાડા ઊભા થઈ જશે.
ઓસ્ટ્રેલિયાનો (Austrelia) આ વીડિયો થોડા વર્ષો જૂનો છે. ઓસ્ટ્રેલિયામાં એક અજગર અને મગર વચ્ચે (crocodile and python fight video) ખુની જંગની ઘટના કેમેરામાં કેદ થઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે મગર અને અજગર એકબીજાના જાનના દુશ્મન બન્યા છે જેમાં મગરે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ભિમકાય અજરગ મગરને જીવતો ગળી ગયો હતો.
ઓસ્ટ્રેલિયાના ક્વીસલેન્ડમાં એક મગર ખતરનાક અજગર સાથે ભીડાઈ યો હતો. જોવામાં અને સાંભળવામાં તમને લાગશે કે બંને વચ્ચે લડાઈમાં મગરની જીત થઈ હશે પરંતુ એવું ન્હોતું થયું. આ લડાઈમાં અજગરે બાજી મારી લીધી હતી.
વીડિયોમાં જોઈ શકાય છે કે મગર પોતાનો જીવ બચાવવા માટે અજગર સામે લડી રહ્યો છે પરંતુ 10 ફૂટ લાંબો અજગરે મજગરને પોતાના કબજામાં લઈ લીધો હતો. તેણે તમામ કોશિશો કરી છતાં પણ અજગરની ચંગુલમાંથી ના નીકળી શક્યો.
મગર પોતાનું મોંઢુ બચાવવાની કોશિશ કરી રહ્યો હતો પરંતુ અજગર મગરને ગળવાની તક ન આપી. અજગરે મગરને મોંઢાના ભાગથી ગળવાનું શરુ કર્યું હતું. ધ મિરરના રિપોર્ટ પ્રમાણે અજગરે માત્ર 15 મિનિટમાં જ મગરને આખો ગળી ગયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે મગર અજગરની ચંગુલથી નીકળવા માટે પોતાના પગ વારંવાર સહારો લઈ રહ્યો છે.
" isDesktop="true" id="1110897" >
અજગરે મગરને પોતાની ચંગુલમાં એ પ્રકારે લપેટી લીધો હતો કે મગર છૂટી ન શક્યો. અંતે મગર અજગરની સામે જિંગદીની જંગ હારી ગયો હતો. અજગર તને આખો ગળી ગયો હતો. બંનેની લડાઈ પાણીમાં શરુ થઈ હતી પરંતુ અજગર મગરને મારવા માટે પાણીની બહાર લઈ આવ્યો હતો. તેના ચહેરા ઉપર હુમલો કરી રહ્યો હતો. અંતે અજગર મગરને ગળી ગયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર