PM મોદીનો પ્રવાસ ખતમ થતા જ બાંગ્લાદેશના મંદિરો અને ટ્રેનોમાં હુમલો, હિંસક પ્રદર્શનમાં 10નાં મોત
PM મોદીનો પ્રવાસ ખતમ થતા જ બાંગ્લાદેશના મંદિરો અને ટ્રેનોમાં હુમલો, હિંસક પ્રદર્શનમાં 10નાં મોત
હિંસક પ્રદર્શનની તસવીર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની સ્થાપનાની 50મી વર્ષગાંઠ ઉજવવા માટે શુક્રવારે ઢાકા પહોંચ્યા હતા. પોતાની યાત્રા ઉપર પીએમ મોદીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાને આશરે 1.2 મિલિયન કોવિડ-19 વેક્સીનના ડોઝ આપ્યા બાદ ભારત પરત આવ્યા હતા.
ઢાકાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) પ્રાવસ ખતમ થવાની સાથે જ બાંગ્લાદેશમાં (Bangladesh) હિન્દુ મંદિરો (Hindu temple) ઉપર હુમલો અને દેશભરમાં હિંસાના (violence) સમાચાર સામે આવી રહ્યા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સની ખબર પ્રમાણે એક કટ્ટરપંથી ઈસ્લામવાદી સમૂહના સેંકડો સભ્યોએ રવિવારે પૂવ બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો અને એક ટ્રેન ઉપર હુમલો (attack on train) કર્યો હતો. પીએમ મોદીની યાત્રાના (PM modi bangladesh visit) વિરોધમાં ઈસ્લામીક સમૂહો દ્વારા કરવામાં આવેલા પ્રદર્શનો દરમિયાન પોલીસ સાથે ઘર્ષણમાં ઓછામાં ઓછા 10 પ્રદર્શનકારીઓના મોત થયા છે. પીએમ મોદીની વાપસી બાદ પ્રદર્શનમાં થયેલા મોત અંગે હિંસા ભડકી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની સ્થાપનાની 50મી વર્ષગાંઠ ઉજવવા માટે શુક્રવારે ઢાકા પહોંચ્યા હતા. પોતાની યાત્રા ઉપર પીએમ મોદીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાને આશરે 1.2 મિલિયન કોવિડ-19 વેક્સીનના ડોઝ આપ્યા બાદ ભારત પરત આવ્યા હતા. પીએમ મોદીએ પોતાના બે દિવયીય પ્રવાસ દરમિયાન મહત્વની યોજનાઓમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પાંચ મહત્વના કરારો પણ કર્યા હતા.
પ્રદર્શનકારી ઈસ્લામિક ગ્રૂપના પીએમ મોદી ઉપર હિંદુ બહુલ ભારતમાં અલ્પસંખ્યક મુસલમાનો સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે. રાજધાની ઢાકામાં શુક્રવારે થયેલા પ્રદર્શનોમાં અનેક લોકો ઘાયલ થયા છે. પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે તેમના ઉપર ટીયરગેસના સેલ છોડ્યા હતા.
રબરની ગોળીઓ પણ ચલાવી હતી. વડાપ્રધાન મોદીની યાત્રાના બીજા અને છેલ્લા દિવસે હજારો ઈસ્મામિક કાર્યકર્તાઓએ વિરોધમાં શનિવારે ચટગાંવ અને ઢાકાના રસ્તાઓ ઉપર માર્ચ કરી હતી.
પ્રદર્શનકારીઓએ રવિવારે હિફાજત-એ-ઈસ્લામ સમૂહે બ્રાહ્મણબરિયાના પૂર્વ વિસ્તારમાં એક ટ્રેન ઉપર હુમલો કર્યો હતો. જેના પગલે 10 લોકો ઘાયલ થયા હતા. રોયટર્સને એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે તેમણે ટ્રેન ઉપર હુમલો કર્યો હતો અને એન્જીન રૂમના લગભગ દરેક કોચને બર્બાદ કરી દીધો હતો.
એક પત્રકાર જાવેદ રહીમે રોયટર્સને જણાવ્યું કે બ્રાહ્મણબરિયા સળગી રહ્યું છે. અનેક સરકારી ઓફિસોમાં આગ લગાવી દીધી છે. એટલું જ નહીં પ્રેસ ક્લબ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે. અનેકલોકો ઘાયલ થયા છે. જેમાં પ્રેસ ક્લબના અદ્યક્ષ પણ સામેલ છે. લોકો ડરેલા છે અને અસહાય અનુભવી રહ્યા છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર