Home /News /world /

જેરુસલેમમાં US એમ્બેસી ખૂલતા જ ગાઝા પટ્ટીમાં સ્થિતિ તંગ, 37નાં મોત,1300 ઘાયલ

જેરુસલેમમાં US એમ્બેસી ખૂલતા જ ગાઝા પટ્ટીમાં સ્થિતિ તંગ, 37નાં મોત,1300 ઘાયલ

    અમેરિકાએ ઇઝરાયેલમાં પોતાની એમ્બેસી ખોલવાની જાહેરાત બાદથી ગઝા પટ્ટીમાં સ્થિતિ તંગ બની છે. અમેરિકાએ પોતાની એમ્બેસી તેલ અવિવથી જેરૂસલેમ ખસેડવાનું નક્કી કર્યું છે, જેના કારણે અહીં છેલ્લા માર્ચ મહિનાથી અહીં હિંસક દેખાવો થઇ રહ્યાં છે, ઇઝરાયેલમાં અમેરિકાની એમ્બેસીનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેના વિરોધમાં ગાઝા પટ્ટી સહિત પાંચ અલગ અલગ સ્થળોએ થયેલા વિરોધ થઇ રહ્યાં છે, આ પ્રદર્શનમાં 37 લોકોના મોત થયા છે તો 1300થી વધુ લોકો ઘાયલ થયા છે. પેલેસ્ટાઇનનો આરોપ છે કે ઇઝરાયેલના સૈનિકો દ્વારા બેફામ ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.

    શનિવારે ઇઝરાયલ સૈન્યએ ગાઝા પટ્ટી બોર્ડર પર ટીયર ગેસ છોડ્યા હતા. જે સોમવારે યુએસ એમ્બેસીના જેરૂસલેમમાં ઉદ્ઘાટન પ્રસંગના વિરોધમાં પાંચ અલગ અલગ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ગાઝા હેલ્થ મિનિસ્ટરીએ જાહેર કરેલા આંકડાઓ અનુસાર, 1300થી વધુ પેલેસ્ટાઇનના લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જ્યારે 37 નાગરિકોનું લાઇવ બુલેટથી કરવામાં આવેલા ફાયરિંગમાં મોત થયું છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વિદ્રોહીઓ જેઓ બોર્ડર ફેન્સની નજીક આવવાની કોશિશ કરે તેઓને મોતને ઘાટ ઉતારી દેવાના આદેશ આપ્યા છે.



    ગત ડિસેમ્બર મહિનામાં અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જેરૂસલેમને ઇઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપી હતી. ટ્રમ્પના આ નિર્ણયની જાહેરાત બાદ વિશ્વમાં અલગ અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. જેરૂસલેમને ઇઝરાયલની સત્તાવાર રાજધાની ઘોષિત કર્યા બાદ પેલેસ્ટાઇનમાં ઉગ્ર વિરોધ થયો હતો. જ્યારે ઇઝરાયલના નાગરિકોએ આ નિર્ણયને ઉત્સાહભેર વધાવ્યો હતો. જેરૂસલેમમાં અમેરિકન એમ્બેસીના ઉદ્ઘાટનને ધ્યાનમાં રાખીને રશિયાએ કહ્યું કે, એમ્બેસીના ઉદ્ઘાટન બાદ મિડલ ઇસ્ટમાં હિંસા અને વિદ્રોહ વધવાની આશંકા છે. જ્યારે તુર્કીના પ્રેસિડન્ટ તૈયિપ એડ્રોગને કહ્યું કે અમેરિકાએ બે દેશો વચ્ચે વિદ્રોહ અને વિરોધમાં વધારો કરવાના બદલે યોગ્ય મધ્યસ્થીની ભૂમિકા ભજવવી જોઇએ.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Gaza

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन