Home /News /world /

Apple Watch ઇમરજન્સી કોલની મદદથી પોલીસે નદીમાં ફસાયેલી મહિલા તરવૈયાને બચાવી

Apple Watch ઇમરજન્સી કોલની મદદથી પોલીસે નદીમાં ફસાયેલી મહિલા તરવૈયાને બચાવી

નદીમાં ફસાયેલી મહિલા તરવૈયાને પોલીસે બચાવી

અમેરિકા (America)માં નદીમાં ફસાયેલી મહિલા તરવૈયાને પોલીસે બચાવી હતી. મળતી માહિતી મુજબ, મહિલાએ એપલ વોચ (Apple Watch)નો ઉપયોગ (Emergency Call) કરીને પોલીસને બોલાવી હતી.

    અમેરિકા (America)માં નદીમાં ફસાયેલી મહિલા તરવૈયાને પોલીસે બચાવી હતી. આ ઘટના ગયા અઠવાડિયે બની હતી. મળતી માહિતી મુજબ, મહિલાએ એપલ વોચ (Apple Watch)નો ઉપયોગ કરીને પોલીસને બોલાવી હતી. આ પછી પોલીસે આ કોલ (Emergency Call)નો જવાબ આપ્યો અને તરત જ એક્શનમાં આવી.

    મળતી માહિતી મુજબ, ઘટના ત્યારે બની જ્યારે તરવૈયાનો પગ ઓરેગોનના ડેલ્સ શહેરમાં સ્થિત કોલંબિયા નદી પરના ખડકોમાં ફસાઈ ગયો. તે 30 મિનિટ સુધી નદીમાં ફસાઈ ગઈ હતી અને જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે મહિલામાં હાઈપોથર્મિયાના લક્ષણો દેખાઈ રહ્યા હતા.

    અધિકારી તરવૈયાને બચાવવા પાણીમાં ઉતર્યા હતા
    મહિલાને બચાવવા માટે ફાયર અધિકારીઓએ પહેલા તેને સીડી આપી અને તે જે પથ્થરોમાં ફસાયેલી હતી તેને ખસેડવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેમનો પ્રયાસ નિષ્ફળ ગયો, ત્યારે એક પોલીસ અધિકારીએ તેને બચાવવા માટે નદીમાં ઉતરવાનું નક્કી કર્યું.

    તરવૈયાઓને નદીઓમાં ન જવાની સલાહ
    ડેલ્સ સિટી પોલીસ ડિપાર્ટમેન્ટે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે ઘટનાસ્થળ પરના અધિકારીઓએ ઘટનાસ્થળનું મૂલ્યાંકન કર્યું અને નક્કી કર્યું કે તરવૈયાને તરત જ બચાવવા માટે પાણીમાં ઉતરવું પડશે. આ પછી અધિકારીઓ પાણીમાં ઉતર્યા અને મહિલા તરવૈયાને બચાવીને કિનારે લાવવામાં સફળ રહ્યા. ઘટના બાદ ડેલ્સ શહેરમાં પોલીસે તરવૈયાઓને એકલા નદીમાં ન જવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે સ્થાનિક જળમાર્ગો ઠંડા છે અને નદીઓમાં પાણીનો પ્રવાહ ઝડપી છે.

    આ પણ વાંચો- સિંગાપોર પછી ફ્રાન્સમાં પણ સ્વીકારવામાં આવશે ભારતના UPI, Rupay કાર્ડ, જાણો તમામ વિગતો

    એપલમાં ઈમરજન્સી કોલ ફીચર
    જણાવી દઈએ કે એપલ યુઝર્સને સાઇડ બટન વડે ઘડિયાળમાંથી કોલ કરવાની મંજૂરી આપે છે. કૉલ્સ માટે, વપરાશકર્તાઓએ ત્રણ સ્લાઇડર્સ દેખાય ત્યાં સુધી બટનને દબાવીને પકડી રાખવું પડશે. આમાંથી એક સ્લાઇડર્સ ઇમરજન્સી સેવા કૉલ સમાપ્ત થયા પછી ઘડિયાળના વપરાશકર્તાઓનું સ્થાન તેમના કટોકટી સંપર્કને મોકલે છે.

    આ પણ વાંચો- ફોન નંબર અને ઈમેલ વગર પણ રીસેટ કરી શકો છો Gmail Password, જાણો દરેક સ્ટેપ

    ઉલ્લેખનીય છે કે, Apple iPhone અને Apple Watch Seriesમાં એક નવું ફીચર (New Feature) જોડવાનો વિચાર કરી રહી છે, જે કાર અકસ્માત (Car Crash Detection) અંગે જાણી શકે અને દુર્ઘટનાની સ્થિતિમાં ઈમરજન્સી મદદ મેળવવા માટે ઓટો ડાયલ (Auto Dial) 911 કરી શકે. વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત અહેવાલ અનુસાર નવું ક્રેશ ડિટેક્શન ફીચર આગામી વર્ષમાં એપલ વોચ (Apple Watch) અને આઇફોન્સ (iPhones)માં આવી શકે છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Apple, Auto news, Smartwatch

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन