Home /News /world /

પાકિસ્તાન: પેશાવરમાં થયેલ બોમ્બ વિસ્ફોટમાં ANP નેતા સહિત 14 લોકોનાં મોત, 65 ઘાયલ

પાકિસ્તાન: પેશાવરમાં થયેલ બોમ્બ વિસ્ફોટમાં ANP નેતા સહિત 14 લોકોનાં મોત, 65 ઘાયલ

પેશાવરના યાકાતુત વિસ્તારમાં એક ચૂંટણીસભા ચાલતી હતી તેમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો હતો

    પાકિસ્તાના પેશાવર શહેરના યાકાતૂત વિસ્તારમાં મંગળવાર રાત્રે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 14 લોકોનાં મોત થયા છે, જ્યારે 65 લોકો ઘાયલ થયા છે.

    ઘાયલોને નજીકની લેડી રીડીંગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ ટીમ હાજર છે.

    પાકિસ્તાન મીડિયા દ્વારા મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે પેશાવરના યાકાતુત વિસ્તારમાં એક ચૂંટણીસભા ચાલતી હતી તેમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો હતો.

    બોમ્બ વિસ્ફોટ પછીની તસવીર (Image: Reuters)


    જેમાં અવામી નેશનલ પાર્ટી (ANP)ના નેતા હારૂન બિલ્લૌર સહિત 14 લોકોના મારવાની ખબર સામે આવી છે. આત્મઘાતી હુમલો થયો ત્યારે ચૂંટણીસભામાં 300થી વધારે લોકો હાજર હતા.

    આ આત્મઘાતી વિસ્ફોટમાં હારૂન બિલ્લૌર ગંભીર રીતે ઘાયલ થયા હતા, જે બાદ તેમને સારવાર માટે લેડી રેડીંગ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું.

    અવામી નેશનલ પાર્ટી (ANP)ના નેતા હારૂન બિલ્લૌર (ફાઇલ તસવીર)


    હારૂન બિલ્લૌરના પિતા અહમદ બિલ્લૌરનું પણ 2012માં પેશાવરમાં પાર્ટીની બેઠકમાં તાલિબાનીઓ દ્વારા થયેલા આત્મઘાતી હુમલામાં જ મોત થયું હતું.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: પાકિસ્તાન, બોમ્બ બ્લાસ્ટ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन