...તો ખરેખર હતા સેંટા ક્લોઝ! વૈજ્ઞાનિકોને મળ્યા સંકેત

  • Share this:

ક્રિસમસ સમયે ઘરે-ગરે જઈ બાળકોને ગિફ્ટ આપનાર સેંટા ક્લોઝ માત્ર કહાનીઓમાં જ નહી પરંતુ સાચે હતા. ઉલ્લેખનીય છે કે, એક્સફોર્ડના વૈજ્ઞાનિકોને પ્રાંસમાં હાડકાનો એક જુનો ટુકડો મળ્યો, જેના વિશે જણાવવામાં આવી રહ્યું છે કે, આ ટુકડો સેંટા ક્લોઝ સાથે જોડાયેલો હોઈ શકે છે. જેની કહાની એક ધાર્મિક કથા અનુસાર સેંટા ક્લોઝના રૂપે પ્રસિદ્ધ છે.


એક્સફોર્ડ યુનિવર્સિટીના પુરાતત્વ વૈજ્ઞાનિકોએ આ હાડકાના ટુકડાને એક સુક્ષ્મ નમૂના પર રેડિયોકાર્બન પરિક્ષણ બાદ તેની શોધ કરવામાં આવી. પરિક્ષણનું પરિણામ જમાવે છે કે, હાડકું 1087 ઈ.સ.નું છે. કેટલાક ઈતિહાસકારોનું માનવું છે કે, આ સમય સુધીમાં સંત નિકોલસનું મૃત્યું થઈ ગયું હતું


સેંટ નિકોલસ વિશે લોકપ્રિય કહાનીઓમાંથી એક કહાની 16મી સદીની છે, જેમાં તેમણે ફાધર ક્રિસમસ બની લોકો માટે એક પ્રેરણારૂપે કામ કર્યું. કેટલાક દેશોમાં, જેવા જર્મનીમાં બાળકોને 25 ડિસેમ્બરે મિઠાઈ અને ગીપ્ટ નથી આપવામાં આવતી. જોકે બાકી દેશોમાં ક્રિસમસના દિવસે આપવામાં આવે છે. તમને જણાવીએ કે, સંત નિકોલસની પુણ્યતિથિ 6 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે તેમનું મૃત્યું થયું હતું.


સેંટ નિકોલસને રૂઠીવાદી ચર્ચના સૌથી મહત્વપૂર્મ સંતોમાંના એક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, તે એક ધનવાન વ્યક્તિ હતા. જે પોતાની ઉદારતાના કારણે ચર્ચામાં હતા. તેઓ ક્રિસમસના દિવસે સેંટા ક્લોઝ બની બાળકોને ગીફ્ટ આપતા હતા.

First published: