Home /News /world /વોશિંગ્ટનમાં પાટા પરથી ઉતરી હાઈસ્પીડ એમટ્રેક ટ્રેન, 6 લોકોનાં મોત

વોશિંગ્ટનમાં પાટા પરથી ઉતરી હાઈસ્પીડ એમટ્રેક ટ્રેન, 6 લોકોનાં મોત

ઘટનામાં 6 લોકોના મોત

ઘટનામાં 6 લોકોના મોત

  અમેરિકા: વોશિંગ્ટનમાં ડ્યુપોન્ટ પાસે સોમવારે હાઈ સ્પીડ એમટ્રેક ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી નીચે હાઈવે પર ઉતરી ગયા હતા. આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે

  સિઅટલથી પોર્ટલેન્ડ વચ્ચે એમટ્રેક ટ્રેન નંબર-501ની આ પહેલી યાત્રા હતી. અને આ ઘટના દરમિયાન કુલ 14 ડબ્બામાંથી 12 ડબ્બા અને એક એન્જીન પાટા પરથી નીચે ઉતરી ગયું હતું. આ ઘટનાને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્વીટ કર્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધારવાની જરૂર છે.  આ ટ્રેન ટોકામા અને ઓલંપિયા વચ્ચે પાટા પરથી નીચે ઉતરી હતી. આ ઘટના સવારે 7 વાગ્યા અને 33 મિનિટે બની હતી. ટ્રેનમાં સવાર એક યાત્રીકનું કહેવું છે કે તેનો ડબ્બો પાટા પરથી ઉતરી ગયો અને એક પછી એક યાત્રી આમ-તેમ પડવા લાગ્યાં.  તંત્રના જણાવ્યા અનુસાર, રેલગાડીના ડબ્બા હાઈવે પર પડવાથી કેટલાક વાહન હાઈવે પર ફસાય ગયા છે અને ઘાયલ પણ થયા છે. તો ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

  પિયર્સ કાઉંટી શેરિફ કાર્યલયના પ્રવક્તા એડ ટ્રોયર અને વોશિંગટન સ્ટે પેટ્રોલના જણાવ્યા અનુસાર આ ઘટનામાં રેલયાત્રા કરનાર 6 લોકોના મોત થયા છે. અને આ ઘટના ઘણી ભયાનક છે. જો કે આ ઘટનામાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.
  First published:

  Tags: Passenger train, Train accident