ભારતની સાથે સીમા વિવાદ વચ્ચે ચીનનો નવો વિસ્તારવાદી પ્લાન, આ વખતે છે ભૂટાન પર નજર

ભારતની સાથે સીમા વિવાદ વચ્ચે ચીનનો નવો વિસ્તારવાદી પ્લાન, આ વખતે છે ભૂટાન પર નજર
પ્રતિકાત્મક તસવીર

આ માટે હવે તે ભૂટાનની પશ્વિમી અને મધ્ય ભાગોની સીમાઓ ઉપર સતત સૈનિકો એકઠાં કરી રહી છે.

 • Share this:
  નવી દિલ્હીઃ ચીન (China) અને ભૂટાન (Bhutan) વચ્ચેની સીમા વાર્તાના (Border Talks) 25માં તબક્કા બાદ પીપલ્સ લિબરેશન આર્મી (PLA) આ સામ્રાજ્ય સામે પણ એક મોરચો ખોલવાની છે. બીજિંગ (Beijing) પોતાના ધાર્યા પ્રમાણે સીમા સમસ્યા સામે લડવા માટે આવું કરવાની છે. આ માટે હવે તે ભૂટાનની પશ્વિમી અને મધ્ય ભાગોની સીમાઓ (Western and Central Areas) ઉપર સતત સૈનિકો (Soldiers) એકઠાં કરી રહી છે.

  હિન્દુસ્તાન ટાઈમ્સ આ અંગે જાણકારી આપી છે. આ મામલે જાણકાર લોકોનું કહેવું છે કે આગામી વાતચીતમાં (upcoming talks) ચીન પોતાની સેનાને મધ્ય ભૂટાનના ભાગોમાં પહેલાથી કબજો કરેલા વિસ્તારોના સામ્રાજ્યના પશ્વિમી વિસ્તારોથી અદલા બદલી કરવા માટે મોલભાવ કરી શકે છે. તેમણે જણાવ્યું કે ભૂટાને પીએલએની ઉચ્ચતમ સ્તરથી ખતરાની જાણકારી આપવામાં આવી છે.  કોઈપણ સમજૂતીનો ભારતીય સુરક્ષા ઉપર પ્રતિકૂળ પ્રભાવ પડશે
  ભારત અને ચીન અત્યારે પૂર્વી લદ્દાખમાં ચાર મહિના સુધી ચાલેલા સૈન્ય ગતિરોધને હલ કરવા માટે પાંચ સૂત્રીય સર્વસમ્મતિ ઉપર પહોંચ્યા હતા. જેમાં સૈનિકોને જલદીથી પાછા હટાવવા અંગે પણ સહમતિ, તણાવ વધારનારી કોઈપણ કાર્યવાહીથી દૂર રહેવા અને વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર શાંતિ સ્થાપિત કરવા માટે પગલા ઉઠાવવાની વાત કરવામાં આવી છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'કેમ મોડું થયું, ફોન કેમ નથી ઉપાડતા?' પતિને આવા સવાલો કરવા પત્નીને ભારે પડ્યા

  આ પણ વાંચોઃ-સુરતઃ સ્નાન કરતી યુવતીનો વીડિયો ઉતાર્યો, બળજબરી શરીર સંબંધ બાંધનાર 'મંગેતર' સામે ફરિયાદ

  આ પણ વાંચોઃ-Coronavirus: સ્વાસ્થ્ય મંત્રી ડો હર્ષવર્ધનને કહ્યું, '.. સૌથી પહેલા હું લગાવીશ કોરોના વેક્સીન', જાણો કોને પહેલા મળશે વેક્સીન

  રિપોર્ટમાં કહેવા પ્રમાણે જોકે ભૂટાન, સિલીગુડી કોરિડોર પાસે છે. આવી સ્થિતિમાં થિમ્પુ તરફથી કોઈપણ ક્ષેત્ર માટે સમજૂતી કરનાર ભારતની રક્ષા ઉપાયો ઉપર પ્રતિકૂલ પ્રભાવ પાડશે.

  ચીની સેનાએ ભૂટાનને કરી મૂક્યું છે પરેશાન
  2017માં ભારતે ડોકલામમાં ગતિરોધ દરમિયાન પીએએલ વિરુદ્ધ ભૂટાનની મદદ કરી હતી. જે 73 દિવસ સુધી ચાલી હતી. પરંતુ ભારતના સૈન્ય રાજનયિક અને સુરક્ષા પ્રતિષ્ઠાનના લોકોના નામ ન છાપવાની શર્ત ઉપર હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યું હતું કે પીએલએએ ક્ષેત્રમાં ભારતીય અને ભૂટાની સેનાઓ સાથે ઝડપ બંધ કરી ન હતી. સૂત્રોના જણાવ્યા ભૂટાનમાં બીજિંગના ક્ષેત્રીય દાવામાં પશ્વિમી વિસ્તારમાં 318 વર્ગ કિમી અને મધ્યક્ષેત્રમાં 495 વર્ગ કિમીના વિસ્તારનો સમાવેશ છે.
  Published by:ankit patel
  First published:September 13, 2020, 23:25 pm