અંતરિક્ષમાં આ ચમકતી વસ્તુ શું છે? NASAએ જાહેર કરી લાઇટ ઇમેજ

News18 Gujarati
Updated: August 28, 2019, 3:09 PM IST
અંતરિક્ષમાં આ ચમકતી વસ્તુ શું છે? NASAએ જાહેર કરી લાઇટ ઇમેજ
કૈસિયોપિયા A પૃથ્વીથી લગભગ 11 હજાર પ્રકાશ વર્ષ દૂર છે.

કૈસિયોપિયા Aની ઇમેજ જાહેર કરતાં નાસાએ લખ્યું, બે દશક બાદ આ ઇમેજ જાહેર શેર કરવામાં આવી છે

  • Share this:
અમેરિકાની સ્પેસ એજન્સી NASAનું ચંદ્ર એક્સ-રે ઓબ્ઝર્વટરી (Chandra X-ray Observatory) લોન્ચિંગ બાદથી અંતરિક્ષની અનેક સુંદર તસવીરો મોકલી રહી છે. નોબલ પુરસ્કાર વિજેતા ભારતીય-એમરિકન વૈજ્ઞાનિક સુબ્રમણ્યમ ચંદ્રશેખરના નામે રાખવામાં આવેલા આ ટેલીસ્કોપને અંતરિક્ષમાં ઉચ્ચ ઉર્જાવાળા પ્રકાશ જેવા એક્સ-રે જેવાના અધ્યયન માટે 23 જુલાઈ 1999ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. છેલ્લા બે દશકમાં આ ટેલીસ્કોપે અનેક લાઇટ ઇમેજ મોકલી છે, પરંતુ કૈસિયોપિયા A (Cassiopeia A) એટલે કે Cas Aની ઇમેજને સૌથી સુંદર ગણવામાં આવી રહી છે. નાસાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી આ તસવીર જાહેર કરી છે.

નાસાની ચાર મહાન ઓબ્ઝર્વટરીમાંથી ચંદ્ર ત્રીજી ઓબ્ઝર્વટરી છે. ચંદ્ર એક્સ-રે પોતાના ઉચ્ચ કોણીય રેઝલ્‍યૂશનવાળા મિરરના કારણે કોઈ પણ અગાઉના એક્સ-રે દૂરબીનની તુલનામાં 100 ગણું વધુ સંવેદનશીલ છે.



આ પણ વાંચો, USમાં હિન્દી શીખવાનો ક્રેઝ વધ્યો, જ્યોર્જ વૉશિંગટન યુનિ.માં આજથી ફ્રી કોર્સનો પ્રારંભ

પૃથ્વીનું વાતાવરણ એક્સ-રેના વિશાળ બહુમતને અવશોષિત કરે છે. એવામાં પૃથ્વી-આધારિત દૂરબીનોથી તેના વિશે જાણી નથી શકાતું. કારણ કે આ એક્સ-રે વિશે જાણવા વિશે અંતરિક્ષ આધારિત દૂરબીનોની જરૂર પડે છે. એવામાં ચંદ્ર એક્સ-રે ઓબ્ઝર્વટરીને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું. તેનું મિશન 2019 સુધી ચાલુ રહેશે.

કૈસિયોપિયા A પૃથ્વીથી લગભગ 11 હજાર પ્રકાશ વર્ષ દૂર છે. અસંખ્ય તારાઓની સમકના કારણે તે એક ચમકતા કાટમાળ જેવું દેખાય છે. ખગોળ વિજ્ઞાન મુજબ, જ્યારે તારાઓમાં પ્રજ્વલન માટે જરૂરી ઇંધણ ખતમ થઈ જાય છે, ત્યારે તે પરસ્પર ટકરાઈ જાય છે. બચેલા તાર જો સૂરજના દ્રવ્યમાનથી 1.4 ગણું ઓછું હોય તો તે શ્વેત વામન તારો બની જાય છે, જેનો આકાર પૃથ્વીની બરાબર હોય છે. તેને સુપરનોવા પણ કહેવાય છે.

આ પણ વાંચો, સમલેંગિક મહિલા અંતરિક્ષ યાત્રીએ અવકાશમાંથી પૂર્વ પતિનું બૅંક ખાતું જોયું, NASA કરશે તપાસ

સુપરનોવાને સંભવત: અંતરિક્ષનો સૌથી ચમકદાર ઓબ્જેક્ટ માનવામાં આવે છે, પરંતુ તેનો કોઈ ઐતિહાસિક રેકોર્ડ નથી.

કૈસિયોપિયા Aની ઇમેજને શેર કરતાં નાસાએ લખ્યું કે, 20 વર્ષ પહેલા આજના દિવસે જ ચંદ્રએ પહેલી કૈસિયોપિયા Aની પહેલી લાઇટ ઇમેજ મોકલી હતી. ઠીક બે દશક બાદ આ ઇમેશ જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો, સબ-ઇન્સ્પેક્ટરે મંગેતર પાસેથી લીધી 'લાંચ', પ્રી-વેડિંગનો વીડિયો જોઈ IG ભડક્યા
First published: August 28, 2019, 3:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading