રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટ્રેજરી સેક્રેટરી સ્ટીવન મેનુચિનને મંગળવારે અમેરિકી વયસ્કોને 1000 અમેરિકન ડોલર આશરે 74 હજાર ભારતીય રૂપિયા સુધીનો ચેક મોકલવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ રાહત પેકેજ માટે સરકારના કુલ 1 લાખ કરોડ ડોલર ખર્ચ થશે.
વોશિંગ્ટનઃ કોરોના વાયરસના કહેરની સામે અર્થવ્યવસ્થા (World Biggest Economy)અને નાગરિકોનેન સુરક્ષિત રાખવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (USA President Donald Trump)ને રાહત પેકેજ આપવાની જાહેરાત કરી છે. આ સ્કીમ અંતર્ગત વર્કર્સને રોકડ પેમેન્ટ મળશે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટ્રેજરી સેક્રેટરી સ્ટીવન મેનુચિન ( Treasury Secretary Steven Mnuchin)ને મંગળવારે અમેરિકી વયસ્કોને 1000 અમેરિકન ડોલર આશરે 74 હજાર ભારતીય રૂપિયા સુધીનો ચેક મોકલવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ રાહત પેકેજ માટે સરકારના કુલ 1 લાખ કરોડ ડોલર ખર્ચ થશે. આનાથી અમેરિકી અર્થવ્યવસ્થાને સીધો ફાયદો મળશે. કારણ કે સેંકડો અરબ ડોલરનું રોકાણ થસે. ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે રાહત પેકેજ અંગેની માહિતી હજી સુધી નથી આવી.
અમેરિકી સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વે આર્થિક મંદીના ખતરાને જોતા વ્યાજદર ઘટાડીને લગભર શૂન્ય કરી દીધા છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ 10થી વધારે લોકોને એકત્રિત ન થવાની અપિલ કરી છે. તેમણે લોકોને ઘરની અંદર જ રહેવા અને શક્ય હોય એટલું ઘરની બહાર ઓછું નીકળવા માટેની અપિલ કરી છે. દેશભરમાં સ્કૂલો, કાર્યાલયો, બાર, રેન્ટોરન્ટ્સ અને અનેક સ્ટોર બંધ છે.
અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે, 1930ના દશકમાં આવેલી મહાઆર્થિક મંદીથી નીકળવા માટે સૌથી અસર કારણ ઉપાયમાં એક હતો. પરંતુ આવા કોઈપણ પ્રોગ્રામને કોંગ્રેસ (સંસદ)ની મંજૂરીની આવશ્યક્તા રહેશે. બંને પક્ષો રિપબ્લિકન અને ડેમોક્રેટિક આ માટે મળીને કામ કરવું પડશે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકા જેવા વિકસિત દેશમાં આ સંક્રમક બીમારીથી મરનારની લોકોની સંખ્યા વધીને 105 ઉપર પહોંચી છે. જ્યારે વાયરસનું એપી સેન્ટર બનેલા ચીનના વુહાન શહેરમાં મંગળવારે સતત બીજા દિવસે માત્ર એક કેસની પુષ્ટી થઈ હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર