Home /News /world /

ચીને લગાવ્યો પ્રતિબંધ તો અમેરિકાએ ગરીબ દેશોમાં કર્યો પ્લાસ્ટિકના કચરાનો ઢગલો

ચીને લગાવ્યો પ્રતિબંધ તો અમેરિકાએ ગરીબ દેશોમાં કર્યો પ્લાસ્ટિકના કચરાનો ઢગલો

પ્લાસ્ટિક કચરાનો ઢગલો

ચીને વિદેશી કચરાની આયાત ઉપર પ્રતિબંધ લગાવ્યા બાદ અમેરિકાએ એશિયાના વિકાસશીલ દેશોમાં પોતાના પ્લાસ્ટિક કચરાનો ઢગલો લગાવી દીધો છે.

    ચીને વિદેશી કચરાની આયાત ઉપર પ્રતિબંધ લગાવ્યા બાદ અમેરિકાએ એશિયાના વિકાસશીલ દેશોમાં પોતાના પ્લાસ્ટિક કચરાનો ઢગલો લગાવી દીધો છે. આ વર્ષના શરૂઆતના છ મહિનાઓમાં અમેરિકાએ પોતાના કુલ પ્લાસ્ટિક કચરાનો અધડો ભાગ મલેશિયા અને વિયેતનામ જેવા દેશોમાં રિસાઇકલ કરવા માટે મોકલ્યો છે. પર્યાવરણથી જોડાયેલા મુદ્દાઓ ઉપર કામ કરનાર સંગઠન ગ્રીનપીસના રિપોર્ટ ઉપરથી આ ખુલાસો થયો છે. અમેરિકાએ છેલ્લ્લા વર્ષે પોતાના 70 ટકા કચરાને ચીન અને હોંન્ગકોંગમા નિકાસ કર્યો હતો.

    ચીને આ વર્ષે કચરાની આયાત ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પહેલા તે પ્લાસ્ટિક કચરાનો દુનિયાનો સૌથી મોટો આયાતકાર દેશ હતો. તેના નિર્ણયને પશ્વિમી દેશોને પશ્વિમી દેશોને મુશ્કેલીઓમાં મુકી દીધા છે. અમેરિકા ઉપર ઇંગ્લેન્ડ, જર્મની, જાપાન અને મેક્સિકો પોતાના પ્લાસ્ટિક કચરાને ચીનમાં મોકલા હતા.

    રિપોર્ટમાં કહેવા પ્રમાણે અમેરિકા હવે એ દેશોનો ફાયદો ઉઠાવી રહ્યા છે જેમને પ્લાસ્ટિક કચરાને રિસાઇકલને લઇને પોતાના કોઇ કાયદા નથી. ગાર્જિયનને ગ્રીનપીસ અમેરિકાના કેમ્પેઇન ડાયરેક્ટર જોન હોસવારે જણાવ્યું હતું કે, અમેરિકી કંપનીઓ કચરાની જવાબદારી પોતે લેવાથી બચી રહી છે. તે નિયમ કાયદો ન હોવાના કારણે બચી રહ્યા છે.

    નિયમ કે કાયદો ન હોવાનો ફાયદો ઉઠાવતા વિકાસશીલ દેશોને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. આ કચરામાં પ્લાસ્ટિક બોટલ, પ્લાસ્ટિક બેગ જેવો સામાન હોય છે. જોકે આમા ઝેરી તત્વો હોઇ શકે છે.

    તેમણે જણાવ્યું કે, ચીનના પ્રતિબંધ બાજ જાણવા મળ્યું કે દુનિયાભરમાં પ્લાસ્ટિકનો કચરો કેટલી મોટ સમસ્યા છે. આપણે એલટું પ્લાસ્ટિક બનાવી રહ્યા છે કે તેને કેવી રીતે સંભાળી શકાય તેના ઉપર ધ્યાન જ આપ્યું નતી.
    Published by:ankit patel
    First published:

    Tags: Countries, US, અમેરિકા, ચીન, પ્રતિબંધ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन