ઈરાન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે US, ટ્રમ્પ કરી રહ્યા છે સૈન્ય કાર્યવાહી પર વિચાર

ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું કે ઈરાનની વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી પર હજુ પણ વિચાર કરી રહ્યું છે

ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું કે ઈરાનની વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી પર હજુ પણ વિચાર કરી રહ્યું છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : અમેરિકા અને ઈરાનની વચ્ચે ઘર્ષણ વધતું જઈ રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું કે ઈરાનની વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી પર હજુ પણ વિચાર કરી રહ્યું છે. બે દિવસ પહેલા ઈરાને એક અમેરિકન ડ્રોનને તોડી પાડ્યું હતું. ડ્રોન તોડી પાડવાથી ભડકેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલાનો આદેશ આપી દીધો હતો, પરંતુ મોડી રાતે તેઓએ આદેશ પરત પણ લઈ લીધો હતો.

  ટ્રમ્પે કેમ્પ ડેવિડમાં વીકેન્ડ માટે રવાના થતાં પહેલા કહ્યું કે, હું 150 ઈરાનીઓને નથી મારવા માંગતો. હું ત્યાં સુધી 150 લોકો કે કોઈને પણ નથી મારવા માંગતો જ્યાં સુધી આવું કરવું ખૂબ જ જરૂર ન હોય. ટ્રમ્પે શનિવારે કહ્યું કે ઈરાનની વિરુદ્ધ સોમવારથી મોટા પ્રતિબંધ લગાવવામાં આવશે. તેઓએ તેના થોડાક કલાક પહેલા જ કહ્યું હતું કે જો ઈરાન પરમાણુ હથિયાર બનાવવા પર કામ કરવાનું બંધ કરી દે તો તેઓ સૌથી સારા મિત્ર બની શકે છે.

  ટ્રમ્પે ટ્વિટ કર્યુ કે અમે ઈરાન પર સોમવારથી નવા મોટા પ્રતિબંધ લગાવવા જઈ રહ્યા છીએ. જોકે, તેઓએ એમ પણ કહ્યું કે, હું તે દિવસની રાહ જોઈ રહ્યો છું જ્યારે ઈરાનના ઉપરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવશે અને તે ફરીથી ઉત્પાદક તથા સમૃદ્ધ દેશ બની જશે. આ જેટલું જલદી થશે, તેટલું સારું રહેશે.

  આ પણ વાંચો, ઇરાન પર હુમલો કરવાનાં હતા ટ્રમ્પ, 150 લોકો મરવાની શક્યતાથી અટકાવી દીધો

  ઉલ્લેખનીય છે કે, ઈરાને અમેરિકાનું ડ્રોન તોડી પાડવાને કારણે બંન્ને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ છે. બંન્ને દેશો વચ્ચેનાં સંબંધ પહેલાથી જ બગડેલા છે. ઈરાનથી તેલનાં નિકાસમાં રુકાવટની આશંકાને કારણે શુક્રવારે તેલની કિંમતોમાં 1 ટકા વધીને 65 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે. ઈરાની સૂત્રોએ ન્યૂઝ એજન્સી રોયટર્સનાં અહેવાલથી ઘણાં ખુલાસા કર્યા. જે પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન પર હુમલો થવાનો હતો પરંતુ હું યુદ્ધની તરફેણમાં નથી અને વાતચીત કરવા માંગું છું.

  આ અગાઉ, ઈરાને ડ્રોનનો કાટમાળ દેખાડતા શુક્રવારના રોજ કહ્યું કે ઓમાનની ખાડીની ઉપર ઊડી રહેલા અમેરિકાના જાસૂસી ડ્રોનને તોડી પાડતા પહેલાં બે વખત વોર્નિંગ આપી હતી. ક્ષેત્રમાં ચાલી રહેલા તણાવને જોતા કેટલીક આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે ઈરાન અને આસપાસથી પસાર થનાર આવતી-જતી ફ્લાઇટસને રોકી દીધી છે.

  આ પણ વાંચો, એક પણ ગોળી દાગી તો અમેરિકાને સળગાવી દઇશુંઃ ઇરાન
  Published by:Mrunal Bhojak
  First published: