ટ્રમ્પના ‘ગો બેક’ટ્વિટ પછી અમેરિકામાં શિવ મંદીરના પુજારી ઉપર હુમલો

News18 Gujarati
Updated: July 21, 2019, 5:44 PM IST
ટ્રમ્પના ‘ગો બેક’ટ્વિટ પછી અમેરિકામાં શિવ મંદીરના પુજારી ઉપર હુમલો
ટ્રમ્પના ‘ગો બેક’ટ્વિટ પછી અમેરિકામાં શિવ મંદીરના પુજારી ઉપર હુમલો

પુજારી જ્યારે ફ્લોરા પાર્કમાં પોતાના ધાર્મિક પહેરવેશમાં મંદિરની નજીક ચાલી રહ્યા હતા ત્યારે હુમલો કરવામાં આવ્યો

  • Share this:
ન્યૂયોર્કના ફ્લોરા પાર્કમાં 52 વર્ષીય એક વ્યક્તિએ હિન્દુ પુજારી ઉપર હુમલો કર્યો છે. પુજારી જ્યારે ફ્લોરા પાર્કમાં પોતાના ધાર્મિક પહેરવેશમાં મંદિરની નજીક ચાલી રહ્યા હતા ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો.

સ્વામી હરીશ ચંદ્ર પુરીએ જણાવ્યું હતું કે ગુરુવારે લગભગ 11 કલાકે (સ્થાનિક સમય) ગ્લેન ઓક્સમાં શિવ શક્તિ પીઠની નજીક જ્યારે ધાર્મિક પહેરવેશમાં રસ્તા ઉપર ચાલી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ પાછળથી આવ્યો હતો અને મારી ઉપર હુમલો કર્યો હતો. વધારે ઈજાના કારણે સ્વામી હરીશ ચંદ્ર પુરીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. એક ચેનલના મતે આ હુમલામાં સ્વામી હરીશ ચંદ્ર પુરીને માથા સહિત આખા શરીરમાં ઇજા પહોંચી છે.

પોલીસે આ હુમલા બદલ 52 વર્ષના સર્જિયો ગૌવિયાની ધરપકડ કરી છે. તેની ઉપર હુમલો કરવો, ઉત્પીડન અને ક્રિમિનલ પઝેશન ઓફ વેપનનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસએ વાતની તપાસ કરી રહી છે કે આ હુમલાને હેટ ક્રાઇમ તરીકે ગણવો કે નહીં.જે લોકો નિયમિત રીતે મંદિર જાય છે તેમનો મત છે કે પુજારીને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ઘટના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક ટ્વિટના ચાર દિવસ પછી થઈ હતી. ટ્રમ્પ ચાર મુસ્લિમ મહિલાઓ પર નિશાન સાધતા કહ્યું હતું કે તે જ્યાંથી આવ્યા છે ત્યાં પાછા જતા રહો.
First published: July 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com