Home /News /world /America: શ્રમ વિભાગ સોલિસીટરના રૂપમાં ભારતીયવંશી સીમા નંદાના નામની પુષ્ટી

America: શ્રમ વિભાગ સોલિસીટરના રૂપમાં ભારતીયવંશી સીમા નંદાના નામની પુષ્ટી

સીમા નંદાની ફાઈલ તસવીર

America news: ડેમોક્રેટિક નેશનલ કમિટીના પૂર્વ સીઈઓ નંદા બરાક ઓબામા પ્રશાસન દરમિયાન શ્રમ વિભાગમાં સેવાઓ આપી ચૂકી છે. સીનેટે બુધવારે 46ના મુકાબલે 53 વોટથી ઉપરના નામની પુષ્ટી કરી છે. કોંગ્રેશનલ એશિયા પેસિફિક અમેરિકન કોકસના અધ્યક્ષ જૂડી ચૂએ નંદાના નામ ઉપર સીનેટથી મંજૂરી મળવાની પ્રશંસા કરી હતી.

વધુ જુઓ ...
વોશિંગટનઃ અમેરિકામાં (America) સીનેટના શ્રમ વિભાગના સોલિસીટરના રૂપમાં ભારતવંશી નાગરિક અધિકારી વકલી સીમા નંદાના (Seema nanda Department of Labor Solicitor) નામની પુષ્ટી થઈ છે. ડેમોક્રેટિક નેશનલ કમિટીના પૂર્વ સીઈઓ નંદા બરાક ઓબામા પ્રશાસન દરમિયાન શ્રમ વિભાગમાં સેવાઓ આપી ચૂકી છે. સીનેટે બુધવારે 46ના મુકાબલે 53 વોટથી ઉપરના નામની પુષ્ટી કરી છે. કોંગ્રેશનલ એશિયા પેસિફિક અમેરિકન કોકસના અધ્યક્ષ જૂડી ચૂએ નંદાના નામ ઉપર સીનેટથી મંજૂરી મળવાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે શ્રમ વિભાગના સોલિસીટરના રૂપમાં સેવા આપવા માટે નામની પુષ્ટી હોવાની સીમા નંદાના અનુભવોને જોતા તેમને શ્રમ વિભાગના સોલિસીટરના (Department of Labor Solicitor) રૂપમાં પસંદ કરવામાં આવ્યા છે.

ચૂએ કહ્યું કે તેમના કાર્યાલય કાનૂની લડાઈઓ અને પડકારો સાથે લડવા માટે મહત્વની ભૂમિકા નિભાવી છે. હું જાણું છું કે શ્રમ વિભાગના પૂર્વ મંત્રી ટોપ પેરેજના નેતૃત્વમાં ઉપ સોલિસીટર અને ચીફ ઓફ સ્ટાફ તરીકે સેવા આપી ચુકી સીમા મજૂરોના આધિકારો અને સંવેદનશીલ વંચિત સમુદાયોના અધિકારો માટે ઉપલબ્ધ હશે.

નંદા ઓબામા-બાઈડન પ્રશાસનમાં અમેરિકી શ્રમ વિભાગમાં ચીફ ઓફ સ્ટાફ, ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ અને ઉપ સોલિસિટીરના રૂપમાં સેવા આપી ચુકી છે. આ પહેલા તેઓ શ્રમ અને રોજગાર એટર્નીના રૂપમાં મોટાભાગે સરકારી સેવાઓમાં 15 વર્ષ સુધી વિભિન્ન ભુમિકાઓમાં સેવાઓ આપી ચુક્યા છે.

આ પણ વાંચોઃ-Talibanએ પોતાના ફાઈટર યુવકોના લગ્ન માટે 15 વર્ષથી ઉપરની છોકરીઓ, 45 વર્ષથી નીચેની વિધવાઓની યાદી માંગી

આ પણ વાંચોઃ-Video: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સાપ નીકળ્યો, ભક્તો ભોલેનાથનો ચમત્કાર માનવા લાગ્યા

નંદા અમેરિકી ન્યાય વિભાગના નાગરિક અધિકાર ખંડ (હવે પ્રવાસી અને કર્મચારી અધિકાર અનુભાગ કાર્યાલય)નું નેતૃત્વ કરી ચૂક્યા છે. વિભાગમાં તેમણે નેશનલ લેબર રિલેશન્સ બોર્ડમાં ડિવિઝન ઓફ એડવાઈસમાં સુપરવાઈઝર એન્ટોનીના રૂપમાં સેવાઓ આપી છે.

તે સીએટલમાં એક ખાનગી કંપનીમાં એસોસિએટ પણ રહી છે. નંદા વર્તમાનમાં હારવર્ડ લો સ્કૂલના લેબર એન્ડ વર્કલાઈફ પ્રોગ્રામમાં ફેલો છે. તેઓ કનેક્ટિકલમાં ઉછરેલી છે. અને તેમણે બ્રાઉન યુનિવર્સિટી અને બોસ્ટન કોલેજ લો સ્કૂલમાંથી સ્નાતક કર્યું છે.
First published:

Tags: અમેરિકા