મહિલાની ગંભીર બેદરકારીઃ બે વર્ષની બાળકીને કારમાં જ ભૂલી ગઈ, 7 કલાકે પાછી આવી, બાળકીનું મોત

મૃત બાળકીની તસવીર

shocking death news: ફ્લોરિડાની 43 વર્ષી જુઆના પેરેજ ડોમિંગોને પોલીસે શનિવારે પકડી હતી. આરોપી છે કે સાત કલાક સુધી બે વર્ષની બાળકીને સીટબેલ્ટ પહેરાવીને કારમાં મૂકી દીધી હતી. જેના કારણે બાળકીનું મોત નીપજ્યું હતું.

 • Share this:
  ફ્લોરિડાઃ કારમાં છાસવારે લોકો પોતોનો સામાન ભૂલી જતા હોય છે. પરંતુ અમેરિકાના ફ્લોરિડામાં (Florida, USA) એક મહિલા બે વર્ષની બાળકીને કારમાં જ ભૂલી ગઈ હતી અને બાળકીને સીટ બેલ્ટ પહેરાવેલો હતો. મહિલા કારને બાજુમાં ઊભી રાખીને ઘરમાં જતી રહી હતી. સાત કલાક બાદ પરત ફરી તો તેના હોશ ઉડી ગયા હતા. કારની અંદર માસૂમ બાળકીનું મોત (two year old girl died in car) થયું હતું. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી હતી.

  ફ્લોરિડાની 43 વર્ષી જુઆના પેરેજ ડોમિંગોને પોલીસે શનિવારે પકડી હતી. આરોપી છે કે સાત કલાક સુધી બે વર્ષની બાળકીને સીટબેલ્ટ પહેરાવીને કારમાં મૂકી દીધી હતી. જેના કારણે બાળકીનું મોત નીપજ્યું હતું.

  એનબીસી મિયામીના રિપોર્ટ અનુસાર બે વર્ષની બાળકીનું નામ જોસલીન મારિત્ઝા મેન્ડેઝ છે. પોલીસના જણાવ્યા પ્રમામે આરોપી મહિલા ઉપર બાળકોને ડેકેર લઈ જવાની જવાબદારી હતી.

  આ પણ વાંચોઃ-Video: 'જબ તક હૈ જાન મેં નાચુંગી' ગીત પર રાત્રે શ્વાનના ટોળા વચ્ચે યુવતીનો જોરદાર ડાંસ

  આ પણ વાંચોઃ-બદલો લેવા માટે પતિના હત્યારા સાથે પત્નીએ કર્યા લગ્ન, ત્રણ વર્ષની કોશિશ બાદ પતિને ઊંઘમાં જ ધરબી દીધી ગોળીઓ

  શુક્રવારે આરોપી મહિલા બે વર્ષની બાળકી જોસલીનને ઘરેથી ડેકેટર લઈ જવા માટે વાનમાં લઈને નીકળી હતી. પરંતુ 6.30 વાગ્યે ડેકેટર સેન્ટર ખુલ્યું ન હતું. એટલા માટે બાળકીને પોતાના ઘરે પરત લઈને આવી હતી.

  આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

  સવારે આઠ વાગ્યે આરોપી મહિલા પેરેજ ડોમિંગોને નાની બાળકીને પોતાની ટોયોટા સિએના મિની વાની ત્રીજી લાઈનની સીટમાં બેસાડી હતી. અને બાળીકને સીટ બેલ્ટ પણ બાંધ્યો હતો. અને તે બાળકીને વાનમાં જ ભૂલીને ઘરમાં જતી રહી હતી.

  આ પણ વાંચોઃ-પોર્ન સ્ટાર dahlia skyની લાશ કારમાંથી મળી, શરીર ઉપર ગોળીઓના નિશાન, 600 એડલ્ટ ફિલ્મોમાં કરી ચુકી છે કામ

  30 ડિગ્રી સેલ્સિયસથી અધિક તાપમાનમાં કારની અંદર રેહલી બાળકીની હાલત ખરાબ થવા લાગી હતી. અને તેનું મોત થયું હતું. પેરેજ ડોમિંગો સાત કલાક બાદ લગભગ 3 વાગ્યે પાછી આવી તો કારમાં બાળકી મરેલી પડી હતી. પોલીસ પ્રમાણે તેણે ઇમર્જન્સી સેવાઓને ફોન કરવાના બદલે બાળકીની માતાને ફોન કરીને તેના મૃત્યું અંગે જાણ કરી હતી.

  ત્યારબાદ આરોપી મહિલા બાળકીની લાશને લઈને તેના ઘરે પહોંચી હતી. જ્યાં પોલીસે બાળકીની લાશને પોર્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી હતી. પેરેજ ડોમિંગો ઉપર 50,000 ડોલરનો દંડ ફટકાર્યો હતો.
  Published by:ankit patel
  First published: