US: પરિવારથી વિખૂટા પાડવામાં આવતા બાળકોની વાતને વાચા આપતા રડી પડી એન્કર

News18 Gujarati
Updated: June 20, 2018, 3:35 PM IST
US: પરિવારથી વિખૂટા પાડવામાં આવતા બાળકોની વાતને વાચા આપતા રડી પડી એન્કર
અમેરિકાની ન્યૂઝ એન્કર રશેલ મૈડોનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે

  • Share this:
અમેરિકાની  ન્યૂઝ એન્કર રશેલ મૈડોનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે ન્યૂઝ વાંચતી વખતે તેનું ગળુ ભરાઇ આવ્યું હતું. રશેલ એટલી ભાવુક થઇ જાય છે કે તે બોલી જ નથી શકતી. એમએસએનબીસી (MSNBC)  હોસ્ટ રશેલ, ટ્રમ્પ તંત્રના નિર્ણયના કારણે પ્રવાસી બાળકોને તેમના માતા પિતાથી અગલ કરીને શેલ્ટર હોમમાં રાખવા અંગે જણાવી રહી છે.

વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે તે અસોસિએટેડ પ્રેસ (એપી) પાસેથી મળતી ખબરને વાંચી રહી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે કેટલાક શેલ્ટર હોમ બનાવવામાં આવ્યાં છે. આ શેલ્ટરમાં મેક્સિકો બોર્ડર પરના પ્રવાસીના બાળકોને તેમનાથી અલગ રાખવામાં આવે છે.

આ ખબર વાંચતી વખતે ન્યૂઝ એન્કર રશેલ ઘણી ભાવુક થઇ જાય છે અને કહે છે કે આ અવિશ્વસનીય છે. તે આખી વાત વાંચી નથી શકતી અને પોતાના સાથી ન્યૂઝ એન્કરને ખબર વાંચવા માટે કહે છે.
Loading...


તે માફી પણ માંગે છે તે કહે છે કે આ મારૂં કામ છે કે હું ટીવી પર યોગ્ય રીતે બોલી શકું.





આ ઘટના પછી રશેલને લોકોનું ઘણું સમર્થન પણ મળી રહ્યું છે.
First published: June 20, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...