Home /News /world /

USમાં ફ્લોરેન્સ વાવાઝોડાથી ભારે નુકસાનની આશંકા, પવનની ગતિ 155 KM/HR

USમાં ફ્લોરેન્સ વાવાઝોડાથી ભારે નુકસાનની આશંકા, પવનની ગતિ 155 KM/HR

ફાઇલ તસવીર

USમાં ફ્લોરેન્સમાં ખતરનાક ફ્લોરેન્સ વાવાઝોડું કેરોલિયના તટ પાસે પહોંચ્યું છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે વાવાઝોડાના કારણે મોટું નુકસાન થઇ શકે છે.

    USમાં ફ્લોરેન્સમાં ખતરનાક ફ્લોરેન્સ વાવાઝોડું કેરોલિયના તટ પાસે પહોંચ્યું છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે વાવાઝોડાના કારણે મોટું નુકસાન થઇ શકે છે. આ વાવાઝોડામાં 155 કિલોમિટર પ્રતિ કાલતની ઝડપથી હવાઓ ફૂંકાઇ રહી છે. મૂશળધાર વરસાદ થઇ રહ્યો છે. સાવચેતીના ભાગરૂપે આ વિસ્તારમાં રહેનારા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે.

    આશરે એક લાખ ઘરોમાં સાવચેતીના ભાગરૂપે વીજળીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. સતાજા સ્થિતિ પ્રમાણે તટ વિસ્તારોમાં હવાની ગતિ વધી છે. નોર્ટ કેરોલિનામાં ભારે વરસાદ થઇ રહી છે. આ વિસ્તારોમાં થોડાજ કલાકોમાં આશરે 1 ફૂટ પાણી ભરાઇ ગયું છે.

    હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ફ્લોરેન્સની વાસ્તવિક અસર શુક્રવારે સ્થાનિક સમય પ્રમાણે સવારે આઠ વાગ્યાની આસપાસ દેખાવાનું શરૂ થશે. આ વિસ્તારમાં આશરે એક હજારથી વધારે ફ્લાઇટો રદ્દ કરવામાં આવી છે. તટીય વિસ્તારોમાં મોટાભાગના એરપોર્ટ બંધ કરાયા છે.

    રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નોર્થ અને સાઉથ કેરોલિના અને વર્જીનિયા માટે ઇમરજન્સી જાહેર કરી દીધી છે. તેમણે કહ્યું કે, સંઘીય સરકાર ફ્લોરેન્સ માટે સંપૂર્ણ પણે તૈયાર છે. પૂર્વી તટ ઉપર 54 લાખથી વધારે લોકોના ઘર છે. ચેતવણી આપવા છતાં અહીં અનેક લોકો રહી રહ્યા છે. જોકે અનેક લોકો કોઇ ખતરો લેવા માંગતા નથી.

    વાવાઝોડાંમાં પાર્ટી!

    વાવાઝોડામાં દરેક તરફ દહેશતનો માહોલ છે. પરંતુ આ ઉપરાંત કેટલાક લોકો અહીં પાર્ટીના મૂડમાં નજર આવી રહ્યા છે. અનેક રેસ્ટોરન્ટ અને બાર ખુલા છે. લોકો અહીં પિત્ઝા અને બિયર ખરીદી રહ્યા છે. તેમનું કહેવું છે કે વાવાઝોડાના આગલા દિવસે રજાઓ હોય છે. એવામાં તેઓ એક દિવસ પહેલા જ પાર્ટી શરૂ કરી દે છે. કેટલાક લોકોનું માનવું છે કે, પાર્ટીથી લોકોના મનમાંથી વાવાઝોડાનો ડર નીકળી જાય છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Florence, Hurricae, Strom start, USA, અમેરિકા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन