જાણો કેવું છે ટ્રમ્પનું પરમાણુ બટન?

ત્યારે ચાલો નજર કરીએ અમેરિકાનાં રાષ્ટ્રપતિ આખરે કેમ દુનિયાનાં કોઇપણ ખુણેથી પરમાણું હુમલો કરવા સક્ષમ છે ?

ત્યારે ચાલો નજર કરીએ અમેરિકાનાં રાષ્ટ્રપતિ આખરે કેમ દુનિયાનાં કોઇપણ ખુણેથી પરમાણું હુમલો કરવા સક્ષમ છે ?

  • Share this:
વોશિંગટન: અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાનાં તાનાશાહ કિમ જોંગ ઉન વચ્ચે શાબ્દિક જંગ ચરમસીમા પર પહોંચી ગયો છે. બંને દેશ એકબીજાને પરમાણુ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપે છે. ટ્રમ્પે ટ્વિટ કરીને ક્હયું કે, મારી પાસે કોરિયાથી વધુ મોટો અને સશક્ત પરમાણુ હથિયાર છે. ત્યારે ચાલો નજર કરીએ અમેરિકાનાં રાષ્ટ્રપતિ આખરે કેમ દુનિયાનાં કોઇપણ ખુણેથી પરમાણું હુમલો કરવા સક્ષમ છે ?

અમેરિકામાં પણ દરેક મુલાકાત અને મીટિંગમાં રાષ્ટ્રપતિની સાથે આ ન્યૂક્લિયર ફુટબોલ કે ન્યુક્લિયર બ્રીફકેસ સાથે રહે છે. ત્યારે ચાલો જાણીએ આ બ્રીફકેસની અંદરની સંરચના કેવી હોય છે?

4. ફોલ્ડર કે ફેઝમાં વિભાજિત

આ બ્રીફકેસ ચાર જરૂરી ફોલ્ડર્સમાં વહેચાયેલો હોય છે. આ પહેલાં ફોલ્ડરમાં હુમલાને લઇને ઇન્સ્ટ્રક્શન હોય છે જેને વાંચીને આગળ તેનો ઉપયોગ કરવામાં આવી શકે છે. તેનાં બીજા ફોલ્ડર દ્વારા તે દુશ્મન દેશ પર નિશાન તાકવામાં આવે છે જેનાં પર પરમાણું હુમલો કરવાનો છે.


કોણ સંભાળે છે ન્યૂક્લિઅર ફૂટબોલ?
અમેરિકન રાષ્ટ્રપતિની સાથે કાળા રંગનું બ્રીફકેસ લઇને એક સિક્યોરિટી ગાર્ડ ચાલે છે. પાંચ આર્મી ગાર્ડ્સમાંથી એકનાં હાથમાં આ બ્રિફકેસ હોય છે. જે સ્પેશિયલ સિક્યોરિટી ઇનવેસ્ટિગેશનથી પાસ થાય છે. કડક ટ્રેનિંગ બાદ જ આ બ્રિફ્કેસ રાખનારા સિક્યોરિટી ગાર્ડની પસંદગી થાય છે.

આ પદ પર પહોંચવા માટે તે સૈનિક પાસે અમેરિકાનું નાગરિકત્વ હોવું જરૂરી છે. તે સિવાય તેનાં અને તેનાં પરિવારનું અન્ય કોઇ દેશ સાથે કોઇપણ પ્રકારની લિંક કે સંબંધ હોવો જોઇએ નહીં. તેમને આદેશ હોય છે કે તે હમેશાં અમેરિકન રાષ્ટ્રપતિની આસપાસ જ રહે. પરમાણુ હુમલાથી પહેલાં રાષ્ટ્રપતિની બ્રિફકેસ સોંપવા દરમિયાન તેનાં કોડથી ઓળખ કન્ફર્મ કરાવવી પડે છે. ત્યારે જ આગળ
પ્રક્રિયા શરૂ થાય છે.

કેવી રીતે થાય છે ટારગેટની પસંદગી?
રાષ્ટ્રપતિની પાસે આ ન્યૂક્લિયર ફૂટબોલ દ્વારા કોઇ એક કે એક સાથે ઘણાં બધા દુશ્મન દેશ પર હુમલો કરવાની તાકત હોય છે. તે બાદ નિર્ણય રાષ્ટ્રપતિ લે છે કે કાયદા નિયમ પ્રમાણે નિર્ણય લીધા બાદ મિલિટ્રી પાસે પણ કોઇ અધિકાર નથી હોતો કે તે પરમાણુ હુમલાને રોકી શકે.

ક્યાંથી લોન્ચ થાય છે મિસાઇલ
એક વખત પરમાણુ હુમલાનો આદેશ આપ્યા બાદ દુશ્મન દેશની પાસે હાજર પનડુબ્બી (સબમરિન)થી મિસાઇલ લોન્ચ થાય છે. જે ટારગેટ સુધી પહોંચે છે. અમેરિકાએ સ્ટ્રેટેજિકલી આખી દુનિયાનાં તમામ દેશોની નજીક તેમની સબમરિન તૈયાર રાખી છે. ઉત્તર કોરિયા પર હુમલાની વાત કરીએ તો અમેરિકાએ તે માટે સંપૂર્ણ તૈયારી રાખી છે. જે ઉત્તર કોરિયાની કોઇપણ એક્શનનો જવાબ આપવાની સંપૂર્ણ તાકાત ધરાવે છે.
First published: