અમેરિકાઃ ફાયરિંગમાં એક પોલીસ જવાનનું મોત, ટ્રમ્પે ટ્વિટ કરીને વ્યક્ત કર્યું દુઃખ

અમેરિકામાં ફાયરિંગની ઘટના સ્થળની તસવીર

અમેરિકાના દક્ષિણ કેરોલિનાના ફ્લોરેન્સમાં ફાયરિંગની ઘટના બની છે. આ ઘટનામાં એક પોલીસ અધિકારીનું મોત થુયં છે

 • Share this:
  અમેરિકાના દક્ષિણ કેરોલિનાના ફ્લોરેન્સમાં ફાયરિંગની ઘટના બની છે. આ ઘટનામાં એક પોલીસ અધિકારીનું મોત થુયં છે જ્યારે છ અન્ય લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી પ્રમાણે સાત પોલીસ અધિકારીઓ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસે આપેલી જાણકારી પ્રમાણે શંકાસ્પદ માણસે ફાયરિંગ દરમિયાન ઘરમાં બંધક બનાવી રાખ્યા હતા. અનેક કલાકોની અથડામણ બાદ પોલીસે શંકાસ્પદ યુવકને દબોચી લીધો હતો.

  ફ્લોરેન્સ સિટીના પ્રવક્તા જોન વુકેલાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી હતી. કે ફાયરિંગમાં કેટલાક અધિકારીઓ માર્યા ગયા છે. મેજર માઇક નનએ કહ્યું કે અધિકારી ઘટના સ્થલ ઉપર વોરંટ સર્વ કરવા ગયા હતા. પરંતુ શંકાસ્પદે ઘરની અંદરથી ફારયિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન ત્રણ અધિકારીઓ ઘાયલ થયા હતા. ત્રણે અધિકારીઓએ એક બુલેટપ્રૂફ ગાડીની મદદથી ઘટના સ્થળે કાઢી શકાય છે.

  ત્યારબાદ ગોળીબારીના જવાબ આપી રહેલા વધુ ચાર પોલીસ અધિકારી ઘાયલ થયા છે. ફ્લોરેન્સ પોલીસ ચીફ એલન હેડલરએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, "હું ઇચ્છું છું કે, તમે બધા અમારા અધિકારીના પરિવારજનો માટે પ્રાર્થના કરો"  પોલીસે જાણકારી આપી હતી કે, બુધવા સાંજે ચાર વાગ્યે આ ઘટના ઘટી હતી. માહિતી પ્રમાણે આરોપીએ બાળકોને બંધ બનાવ્યા હતા. જોકે તેણે કોઇ જ નુકસાન પહોંચાડ્યું નથી. ફાયરિંગની ઘટના ઉપર ફ્લોરેન્સના ગવર્નર હેનરી મૈકમાસ્ટરે ટ્વીટ કરીને કહ્યું હતું કે, આ ફ્લોરેંસને આઘાત પહોંચાડનારી ઘટના છે.

  પોલીસ તરફથી જાણકારી મળી રહી છે કે, એ યુવકના ઘરે વોરન્ટ સર્વ કરવા માટે ગયા હતા. આ સાથે જ પોલીસે આ જાણકારી આપવાથી ઇન્કાર કરી દીધો કે ઘાયલ પોલીસ અધિકારીઓની હાલત શું છે. ફાયરિંગની ઘટના ઉપર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું.
  Published by:ankit patel
  First published: