'ભૂલથી બોલાયું હતું,' US ચૂંટણીમાં રશિયાની દખલના નિવેદનથી ટ્રમ્પ પલટી ગયા

ફાઇલ તસવીર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી રશિયાને લઇને કરેલા પોતાના જૂના નિવેદનથી ફરી ગયા છે.

  • Share this:
    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી રશિયાને લઇને કરેલા પોતાના જૂના નિવેદનથી ફરી ગયા છે. હવે તેમનું કહેવું છે કે, તેઓ 2016ની ચૂંટણીમાં રશિયાની દખલ કરવાના અમેરિકી ગુપ્ત એજન્સીઓના દાવાને માને છે. તેમણે કહ્યું કે, મે કોન્ફરન્સની ટ્રાંસ્ક્રિપ્ટ વાંચી તો મને લાગ્યું કે, મારે ચોખવટ કરવી જોઇએ. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, ટ્રાંસ્ક્રિપ્ટમાં મારે કેમ કર્યું નહીં હોય બોલવાનું હતું પરંતુ હું ભુલથી કેમ કર્યું હશે એવું બોલ્યો. આ સાથે ટ્રમ્પે કહ્યું કે, હું મારી ગુપ્ત એજન્સીઓના દાવાઓ ઉપર પુરો વિશ્વાસ દાખવું છું કે, 2016માં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રશિયાએ દખલ કરી હતી.

    ઉલ્લેખનીય છે કે ફિનલેન્ડના હેલસિંકીમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે ઐતિહાસિક મુલાકાત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયાના નિશાના ઉપર આવી ગયા હતા. સોમવારે થયેલી દ્વિપક્ષીય વાર્તામાં ટ્રમ્પે 2016માં થયેલી અમેરિકાની ચૂંટણીમાં દખલ કરવાના કથિત આરોપમાં રશિયાને એક રીતે ક્લિન ચીટ આપી હતી. તેમણએ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ને આ માટે જવાબદાર ઠેરવી હતી. ત્યારબાદ યુએસ મીડિયાએ ટ્રમ્પની ભારે ટિપ્પણી કરી હતી.

    ટ્રમ્પે પહેલા શું કહ્યું હતું?

    દ્વિપક્ષીય વાતચીત બાદ ટ્રમ્પ-પુતિને જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં પુતિને કહ્યું હતું કે, હું ઇચ્છું કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બને. પરંતુ રશિયાએ અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્યારે દખલ કરી નથી. ત્યારબાદ જવાબમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, પુતિન સાચા છે. અને અમેરિકાનું આ અંગે મુર્ખાઇ ભર્યું વલણ રહ્યું છે.

    ટ્રમ્પે હવે શું કહ્યું ?

    પોતાના નિવેદનમાં ચારે બાજુથી ઘેરાઇ ગયા પછી ડોનાલ્ડ ટ્રમ્પે ખુલાસો કર્યો હતો. ટ્રમ્પે પોતાના નિવેદન પર ચોખવટ કરતા કહ્યું હતું કે, સોમવારે આપવામાં આવેલા મારા નિદેવનનો મતલબ હતો કે, અમેરિકાની ચૂંટણીમાં રશિયાને દખલ દેવા માટે કોઇ કારણ નજર નથી આવતું. હું માનું છું કે, ગુપ્ત એજન્સીઓના દાવા સાચા છે. પરંતુ રશિયાના દખલથી ચૂંટણી ઉપર કોઇ અસર નથી થઇ.
    Published by:Ankit Patel
    First published: