Home /News /world /

USમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓએ આ વાતનું રાખવું ધ્યાન, નહીં તો થશે મુશ્કેલી

USમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓએ આ વાતનું રાખવું ધ્યાન, નહીં તો થશે મુશ્કેલી

USમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓએ આ વાતનું રાખવું ધ્યાન

અમેરિકાએ બીજા દેશોના વિદ્યાર્થીઓ માટે પોલિસી કડક કરી દીધી, નિયમોનું ઉલ્લંઘન કરવાના બીજા જ દિવસે વિદ્યાર્થી અને તેમના પરિવારજનોની USમાં હાજરી ગેરકાયદે માનવામાં આવશે

    અમેરિકાએ બીજા દેશોના વિદ્યાર્થીઓ માટે પોલિસી કડક કરી દીધી છે. નિયમો (સ્ટુડન્ટ સ્ટેટસ)નું ઉલ્લંઘન કરવાના બીજા જ દિવસે વિદ્યાર્થી અને તેમના પરિવારજનોની ત્યાં હાજરી ગેરકાયદે માનવામાં આવશે, પછી ભલે તેમની વિઝાની સમયમર્યાદા ખતમ ન થઇ હોય.

    નવા નિયમો 9 ઓગસ્ટથી લાગુ થઇ ગયા છે. આ પહેલા નિયમ એવો હતો કે જે દિવસે દોષ સાબિત થાય અથવા તો ઇમિગ્રન્ટ મામલાઓમાં જજનો આદેશ જાહેર થાય તે દિવસથી અમેરિકામાં નિવાસ ગેરકાયદે માનવામાં આવતો હતો.

    કોઇ વિદ્યાર્થી ઇન્સ્ટિટ્યૂટમાં પૂરતો સમય નહીં આપે તો તે સ્ટુ઼ડન્ટ સ્ટેટસના નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવશે. ભણવાનું પૂરું થયા પછી મળનારા ગ્રેસ પિરિયડ પછી અમેરિકામાં રોકાવા કે ગેરકાયદે રીતે નોકરી કરવા પર પણ કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

    અમેરિકામાં ચીન પછી સૌથી વધુ સંખ્યા ભારતીય વિદ્યાર્થીઓની છે. 2017ના ઓપન ડોર્સ રિપોર્ટ પ્રમાણે, ભારતના 1.86 લાખ વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણી રહ્યા છે. નવી નીતિ પ્રમાણે 180 દિવસ સુધી ગેરકાયદેસર રહેનારા લોકોની ત્યાં ફરીથી એન્ટ્રી પર 10 વર્ષની રોક લગાવવામાં આવી શકે છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    આગામી સમાચાર