Home /News /world /

અમેરિકાના CDCનો દાવોઃ સૌથી ખતરનાક ડેલ્ટા વેરિએન્ટ, આખી દુનિયા આનાથી બચે

અમેરિકાના CDCનો દાવોઃ સૌથી ખતરનાક ડેલ્ટા વેરિએન્ટ, આખી દુનિયા આનાથી બચે

ડેલ્ટા કોરોના વાયરસ પ્રતિકાત્મક તસવીર

Delta Variant: ડેસ્ટા વેરિએન્ટ સૌથી પહેલા ગત વર્ષના ઓક્ટોબરમાં ભારતમાં નોંધાયો હતો. જેને B.1.617.2ના નામથી ઓળખાય છે. આ સમયે અમેરિકામાં જેટલા પણ કેસ છે તેમાંથી 51.7 ટકા ડેલ્ટા વેરિએન્ટના કેસ ડેલ્ટા વેરિએન્ટ છે.

  અમેરિકાના (America) સર્વોચ્ચ મેડિકક સંસ્થાન સેન્ટર્સ ફોર ડિજીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શ (CDC)એ કહ્યું છે કે હવે કોરોના વાયરસનો પ્રમુખ અને ખતરનાક વેરિએન્ટ ડેલ્ટા (delta) છે. આ વેરિએન્ટ અમેરિકા અને દુનિયાભરના લોકોને સંક્રમિત કરી રહી છે. છેલ્લા બે સપ્તાહમાં અમેરિકામાં આ કોરોનાના મામલાઓમાં અડધા ડેલ્ટા વેરિએન્ટ છે. અમેરિકાના કેટલાક વિસ્તારોમાં લોકો હવે વેક્સીન નથી લઈ શક્યા. જેના કારણે અમેરિકી સરકાર ચિંતામાં છે. વેક્સીન લગાવનારા લોકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.

  ડેસ્ટા વેરિએન્ટ સૌથી પહેલા ગત વર્ષના ઓક્ટોબરમાં ભારતમાં નોંધાયો હતો. જેને B.1.617.2ના નામથી ઓળખાય છે. આ સમયે અમેરિકામાં જેટલા પણ કેસ છે તેમાંથી 51.7 ટકા ડેલ્ટા વેરિએન્ટના કેસ ડેલ્ટા વેરિએન્ટ છે. ડેટા 20 જૂનથી લઈને 3 જુલાઈ વચ્ચેનો છે. જ્યારે આલ્ફા વેરિએન્ટ B.1.1.7 જેને પહેલીવાર યુકેમાં નોંધવામાં આવ્યો હતો. આ પણ અમેરિકામાં 28.7 ટકા કોરોના મામલામાં સાથે બીજા સ્થાન ઉપર છે.

  સીડીસીનું કહેવું છે કે ડેલ્ટા વેરિએન્ટ ખુબ જ ઝડપથી અમેરિકામાં ફેલાઈ રહ્યો છે. હવે આ દેશ અને દુનિયાના સૌથી પ્રમુક કોરોના વેરિએ્ટ છે. મેમાં સૌથી પહેલા માત્ર 10 ટકા હતું. જે 6 જૂનથી 19 જૂન વચ્ચે ઝડપથી વધીને 30 ટકા થઈ ગયા હતા. સીડીસીના જણાવ્યા પ્રમાણે આયોવા, કન્સાસ, મિસૌરીમાં ડેલ્ટા વેરિએન્ટ 80.7 ટકા ફેલાયો છે. જ્યારે નેબ્રાસ્કા, કોલોરાડો, મોંટાના, નોર્થ ડકોટા, સાઉથ ડકોટા, ઉટાહ, વ્યોમિંગમાં 74.3 ટકા સંક્રમણ ફેલાયું છે.

  આ પણ વાંચોઃ-વડોદરાઃ PI પત્ની સ્વિટી પટેલ કેસ, નિર્માણાધિન હોટલના પાછળના ભાગેથી મળ્યા બળેલી હાલતમાં હાડકાં

  આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

  અમેરિકા જેલા દેશ જ્યાં સૌથી વધારે વેક્સિનેશન કરાયું છે. જ્યાં ડેલ્ટા વેરિએન્ટને એ લોકોને પોતાનો શિકાર બનાવ્યો છે જેમણે વેક્સીન લીધી નથી. અથવા તો જો આનાથી ચૂકી ગયા છે. ખાસ રીતે યુવા અને બાળકો સંક્રમીત થયા છે. સીડીસીએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ગાઈડલાઈન અત્યારે માનવાની ના પાડી દીધી છે. જેમાં કહ્યું છે કે વેક્સીન લગાવેલા લોકોએ પણ માસ્ક લગાવેલું રાખવું.

  આ પણ વાંચોઃ-વડોદરાઃ પોલીસના ઘરની છત ઉપર ઉંઘતી હતી મહિલાઓ, યુવક મહિલા બનીને પહોંચ્યો, બન્યું એવું કે માર્યો કૂદકો

  આ પણ વાંચોઃ-માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! 12 વર્ષના નાના ભાઈથી 16 વર્ષની બહેન બની ગર્ભવતી

  વેક્સીન ડેલ્ટા વેરિએન્ટ સામે પણ ખુબ જ પ્રભાવિત છે. લોકોને ગંભીર રૂપથી બીમાર પડવાથી રોકે છે. સાથે જ લોકોને હોસ્પિટલ જવાથી બચી રહ્યા છે. પરંતુ અમેરિકાના પાંચ રાજ્યો મિસિસિપ્પી, લુસિયાના, ઈડાહો, વ્યોમિંગ અને અલાબામામાં હજી પણ 40 ટકા લોકો એવા છે જેમને કોરોના વેક્સીનનો પહેલો ડોઝ પણ લીધો નથી. આનાથી પબ્લિક હેલ્થ એક્સપર્ટ ખૂબ જ ચિંતિત છે.  ડેલ્ટા વેરિએન્ટના કારણે આખી દુનિયા પરેશાન છે. કારણે કોરોના વાયરસનું આ વેરિએન્ટ વેક્સીન લગાવી ચુકેલા લોકોને પણ સંક્રમિત કરી રહ્યું છે. આના કારણે ઓસ્ટ્રોલિયા, યુકે, ઇઝરાયલ અને અનેક યુરોપીયન દેશોમાં ફરીથી લોકડાઉન લગાવવું પડ્યું છે. આ માટે અમેરિકામાં પણ ખુબ જ ડરનો માહોલ છે. અને આલ્ફા વેરિએન્ટથી 40થી 60 ટકા વધારે સંક્રામક છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Coronavirus, Coronavirus delta variant, અમેરિકા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन