આજે યરુશલમને ઇઝરાયલની રાજધાની જાહેર કરી શકે અમેરિકા

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યેરુશલમને આજે બુધવારે ઇઝરાયલની રાજધાની જાહેર કરી શકે છે

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યેરુશલમને આજે બુધવારે ઇઝરાયલની રાજધાની જાહેર કરી શકે છે

  • Share this:

નવી દિલ્હી: અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યેરુશલમને આજે બુધવારે ઇઝરાયલની રાજધાની જાહેર કરી શકે છે. સાથે જ તે વિદેશ ખાતાને પણ આદેશ આપશે કે અમેરિકન એમ્બસીને તેલ અવીવથી યરુશલમ લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે.


વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે, ટ્રમ્પ બુધવારે અમેરિકાનાં બપોરે એક વાગ્યે તેમની રણનીતિ સાથે યરુશલમ સંબંધીત જાહેરાત કરી શકે છે. ટ્રમ્પની યરુશલમ પર લાંબા સમયથી ત્યાં હાજર સંવાદદાતાઓએ જણાવ્યું કે, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ યરુશલમને ઇઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપશે. યરુશલમ પ્રાચીન કાળથી યહુદી લોકોની રાજધાની રહ્યું છે અને આજે વાસ્તવિકતા એ છે કે આ શહેર સરકાર, મહત્વપૂર્ણ ખાતાઓ અને અહીંની સુપ્રીમકોર્ટનું કેન્દ્ર સ્થાન છે.

First published: