અમેરિકાના ન્યૂયોર્કમાં ફાયરિંગ, 4 લોકોના મોત, 3 ગંભીર ઈજાગ્રસ્ત

ન્યૂયોર્ક સિટી પોલીસના મતે ગોળીબારીના આ ઘટના એક ક્લબની અંદર બની છે

News18 Gujarati
Updated: October 12, 2019, 7:11 PM IST
અમેરિકાના ન્યૂયોર્કમાં ફાયરિંગ, 4 લોકોના મોત, 3 ગંભીર ઈજાગ્રસ્ત
અમેરિકાના ન્યૂયોર્કમાં ફાયરિંગ, 4 લોકોના મોત, 3 ગંભીર ઈજાગ્રસ્ત
News18 Gujarati
Updated: October 12, 2019, 7:11 PM IST
અમેરિકા (America)માં ફરીથી ગોળીબારીની એક ઘટના સામે આવી છે. ન્યૂયોર્ક ( New York Shooting)માં થયેલા ગોળીબારમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે આ ઘટનામાં 3 લોકો ગંભીર રુપથી ઇજાગ્રસ્ત થયા છે. જેમાં એક મહિલા એે બે પુરુષનો સમાવેશ થાય છે.

સુરક્ષા અધિકારીઓના મતે ગોળીબારીની આ ઘટના ન્યૂયોર્કના બ્રુકલિનના યૂટિકામાં બની છે. સૂત્રોના મતે ગોળીબારીની આ ઘટના એક ક્લબમાં બની છે. પ્રારંભિક જાણકારી પ્રમાણે બે સંદિગ્ધોની અટકાયત કરી તેની પુછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - PM મોદી અને શી જિનપિંગે ડિનર ટેબલ પર અઢી કલાક સુધી કરી ચર્ચા, આતંકવાદ અને વેપાર પર ફૉકસ

ઇજાગ્રસ્તોમાંથી એક ને કિંગ્સ કાઉન્ટી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. જ્યારે બે ને બ્રુકડેલ હોસ્પિટલ મોકલવામાં લઇ જવામાં આવ્યા છે. હજુ સુધી ફાયરિંગનું કારણ જાણી શકાયું નથી.ન્યૂયોર્ક સિટી પોલીસના મતે ગોળીબારીના આ ઘટના એક ક્લબની અંદર બની છે. પોલીસનું કહેવું છે કે આ ઘટના શનિવારે 7 વાગે બની હતી. આ ક્લબ પાસે લાઇસન્સ નથી.
First published: October 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...