Home /News /world /

પાક.ને USની ચેતવણી: ભારત પર વધુ એક આતંકી હુમલો ઘણી પરેશાની લઈને આવશે

પાક.ને USની ચેતવણી: ભારત પર વધુ એક આતંકી હુમલો ઘણી પરેશાની લઈને આવશે

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ ફોટો)

અમેરિકાએ પાકિસ્તાનને આતંકવાદીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માટે કહ્યું છે

    વ્હાઇટ હાઉસમાં એક સીનિયર અધિકારીએ બુધવારે પત્રકારોને કહ્યું કે, પાકિસ્તાનને આતંકવાદી સમૂહોની વિરુદ્ધ મજબૂત અને નિરંતર કાર્યવાહી કરવાની આવશ્યક્તા છે. ક્ષેત્રમાં ફરી તણાવની સ્થિતિ ઊભી ન થાય તેના માટે ખાસ કરીને જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાની વિરુદ્ધ કાર્યવાહીની આવશ્યક્તા છે.

    નામ ન પ્રકાશિત કરવાની શરતે અધિકારીએ કહ્યું કે, જો પાકિસ્તાન આતંકવાદીઓ પર કાર્યવાહી નહીં કરે અને ભારત પર વધુ એક હુમલો થાય છે તો તે પાકિસ્તાન માટે મોટી સમસ્યા ઊભી કરનારું હશે જો બંને દેશોની વચ્ચે તણાવનું કારણ બનશે અને બંને માટે ખતરનાક હશે.

    ભારત દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પગલા વિશે પૂછતાં અધિકારીએ કહ્યું કે અમેરિકા અને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા આતંકી સંગઠનોની વિરુદ્ધ 'અપરિવર્તનીય અને સતત' કાર્યવાહીની જરૂર છે. અધિકારીએ કહ્યું કે પૂર્ણ મૂલ્યાંકન કરવું હજુ ઉતાવળ ગણાશે.

    આ પણ વાંચો, પાકિસ્તાને સમજૌતા બ્લાસ્ટ મુદ્દે હિંદુ આતંકવાદને છાવરવાનો આરોપ મૂકી સખત વિરોધ નોંધાવ્યો

    અધિકારીએ કહ્યું કે, પાકિસ્તાને હાલના દિવસોમાં કેટલીક કાર્યવાહી કરી છે. કેટલાક આતંકી સંગઠનોની સંપત્તિઓને જપ્ત કરી દેવામાં આવી છે અને કેટલાકની ધરપકડ કીર છે. જૈશ-એ-મોહમ્મદની પણ કેટલીક સુવિધાઓ નિયંત્રણમાં લેવામાં આવી છે. જોકે, તેઓએ વધુમાં કહ્યું કે, હજુ મોટી કાર્યવાહી જોવા માંગે છે.

    અધિકારીએ કહ્યું કે, આપણે અપરિવર્તનીય કાર્યવાહી જોવાની આવશ્યક્તા છે, કારણ કે ભૂતકાળમાં આપણે જોયું કે પહેલા કેટલીક ધરપકડ થઈ અને પછી થોડા મહિના બાદ તેમને મુક્ત કરી દેવામાં આવ્યા. ક્યારેક આતંકી નેતાઓને દેશમાં યાત્રા કરવા અને રેલી કરવાની મંજૂરી આપવામાં આવે છે.

    આ પણ વાંચો, ભારતમાં દમ નથી, અમારો સામાન વાપરવો જ પડશે: ચાઇનીઝ મીડિયા

    અધિકારીએ કહ્યું કે, અમેરિકા પાકિસ્તાન પર દબાણ વધારવા માટે પોતાના આંતરરાષ્ટ્રીય સહયોગીઓની સાથે કામ કરી રહ્યું છે. આ જોતાં પાકિસ્તાનની આર્થિક ચિંતાઓ પણ છે. તેમણે કહ્યું કે FATF એક એવું ક્ષેત્ર છે જે આતંકી સંગઠનોની વિરુદ્ધ કાર્યવાહી કરવાની તેમની જરૂરિયાથ દર્શાવે છે. નહીં તો તે સિસ્ટમની અંદર ખતરામાં છે.

    પાકિસ્તાને એ નક્કી કરવાની જરૂર છે કે તે પોતાને જવાબદાર ગ્લોબલ પ્લેયર તરીકે જોવા માંગે છે, જ્યાં તમામ નાણાકીય તંત્રો સુધી તેમની પહોંચ છે કે પછી આતંકી સંગઠનોની વિરુદ્ધ પગલા લેવામાં નિષ્ફળ રહેવા પર પોતાને એકલું અટૂલું જોવા માંગે છે. અધિકારીએ કહ્યું કે વિકલ્પ પાકિસ્તાનને પસંદ કરવાનો છે.

    અમેરિકન અધિકારીએ કહ્યું કે, ભલે બંને દેશોની વચ્ચે તણાવ ઓછો થઈ ગયો છે, પરંતુ બંને દેશોની સેના હજુ પણ હાઈ એલર્ટ પર છે. અધિકારીએ કહ્યું કે, તેથી અમને લાગે છે કે જો ફરી કોઈ આતંકવાદી હુમલો થાય છે, ભગવાન ન કરે કે થાય, તો તમે ફરી તણાવમાં વૃદ્ધિ જોઈ શકો છો. તેથી અમે સ્પષ્ટ કરી રહ્યા છીએ કે બંને દેશો દ્વારા કોઈ પ્રકારની વધારાની સૈન્ય કાર્યવાહી બંને દેશો અને ક્ષેત્ર માટે અસ્વીકાર્ય રીતે વધુ જોખમી છે.

    અધિકારીએ કહ્યું કે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને આતંકવાદના સુરક્ષિત આશરાના મુદ્દે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Air Strike, Balakot, Pulwama, અમેરિકા, આતંકવાદ, પાકિસ્તાન, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन