અમેરિકા : ટેક્સાસના શોપિંગ મોલમાં ફાયરિંગ, 20 લોકોનાં મોત

News18 Gujarati
Updated: August 4, 2019, 8:21 AM IST
અમેરિકા : ટેક્સાસના શોપિંગ મોલમાં ફાયરિંગ, 20 લોકોનાં મોત
ફાયરિંગની આ ઘટના અલ પાસો વિસ્તારના સીએલો વિસ્તા મોલમાં થઈ (Briana Sanchez/The El Paso Times via AP)

ફાયરિંગની આ ઘટના અલ પાસો વિસ્તારના સીએલો વિસ્તા મોલમાં થઈ

  • Share this:
અમેરિકાના રાજ્ય ટેક્સાસમાં એક શોપિંગ મોલમાં ફાયરિંગની ઘટના બની છે. તેમાં 20 લોકો માર્યા ગયા હોવાની આશંકા છે. બીજી તરફ, 26 લોકો ઘાયલ થયા છે. ફાયરિંગની આ ઘટના અલ પાસો વિસ્તારના સીએલો વિસ્તા મોલમાં થઈ. ફોક્સ32શિકાગોએ ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટ અને અલ પાસો પોલીસના હવાલાથી આ જાણકારી આપી છે.

ફાયરિંગ બાદ પોલીસે લોકોને ટેક્સાસ સ્થિત સીએલો વિસ્તા વિસ્તાર છોડવાની સલાહ આપી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અલ પાસોના મેયરના ચીફય ઓફ સ્ટાફ ઓલિવિયા જીપેડાએ જણાવ્યું કે ફાયરિંગમાં અનેક લોકોના મોત થઈ ગયા. ત્રણ સંદિગ્ધોની અટકાયત કરવામાં આવી છે.


રાષ્ટ્રપતિ ટ્રમ્પે મદદનો આપ્યો ભરોસો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરી કહ્યું કે, ટેક્સાસમાં ભયાનક ફાયરિંગ. રિપોર્ટ ખૂબ જ ખરાબ છે, અનેક લોકો માર્યા ગયા છે. રાજ્ય અને સ્થાનિક અધિકારીઓ સાથે કામ કરી રહ્યો છું. ગવર્નર સાથે પણ વાત કરી છે અને પૂરી મદદનો ભરોસો આપ્યો છે.

જૂન મહિનામાં ફિલોડેલ્ફિયામાં થયું હતું ફાયરિંગ

આ પહેલા જૂન મહિનામાં એમરિકાના ફિલોડેલ્ફિયામાં ગ્રેજ્યુએશન પાર્ટીમાં થયેલા ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને પાંચ લોકો ઘાયલ થયા હતા.


ફેબ્રઆરી મહિનામાં એયુરામાં થયું હતું ફાયરિંગ

અમેરિકાની એક ફેક્ટરીમાં અંધાધૂંધ ફાયરિંગમાં 5 લોકોનાં મોત થયા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના શિકાગોથી લગભગ 65 કિમી દૂર એયુરા (Aurora)માં થઈ.

આ પણ વાંચો, ભારતીય સેનાની કાર્યવાહી, POKમાં 30 Km અંદર આતંકી ઠેકાણા કર્યા નષ્ટ: સૂત્ર

આ પણ વાંચો, જમ્મુ-કાશ્મીરમાં 'હલચલ' પાછળ હોઈ શકે છે આ પાંચ કારણ
First published: August 4, 2019, 7:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading