Home /News /world /

Worlds Youngest Serial Killer: ભારતના બિહારમાં રહે છે વિશ્વનો સૌથી નાનો સિરિયલ કિલર, 8 વર્ષની ઉંમરે કર્યા મર્ડર

Worlds Youngest Serial Killer: ભારતના બિહારમાં રહે છે વિશ્વનો સૌથી નાનો સિરિયલ કિલર, 8 વર્ષની ઉંમરે કર્યા મર્ડર

બે સંબંધીઓ સિવાય પાડોશીની દીકરીને નિશાન બનાવાઈ

ભારતના બિહાર (Bihar, India)માં રહેતા અમરજીત સાડા (Amarjeet Sada)નું નામ વિશ્વના સૌથી યુવા સિરિયલ કિલર (Worlds Youngest Serial Killer) તરીકે નોંધાયેલું છે. આ ભયંકર હત્યારાએ માત્ર આઠ વર્ષની ઉંમરે ત્રણ લોકોની હત્યા કરી હતી.

    Worlds Youngest Serial Killer: બાળકોનું મન ખૂબ જ કોમળ હોય છે. ઘણા લોકો બાળકોને ભગવાનનો અવતાર પણ માને છે. પરંતુ જો આ બાળકો શેતાન (Devil) બની જાય તો? બિહારના મુંગેરમાં રહેતો અમરજીત સાડા કોઈ બદમાશથી ઓછો નહોતો. તેણે માત્ર આઠ વર્ષની ઉંમરે ત્રણ હત્યા (Murder)ઓ કરી હતી. આ તમામ હત્યાઓ એટલી જબરદસ્ત રીતે કરવામાં આવી હતી કે જેને જોઈને કોઈનું પણ હૃદય કંપી જાય. પરંતુ આ હત્યારાના હાથ કે પગ કાંપ્યા નહિ. તેણે દરેકને સરળતાથી મોતને ઘાટ ઉતારી દીધા.

    તેના બે સંબંધીઓ અમરજીત સાડાના નિશાન પર આવ્યા હતા. આમાં એક છ વર્ષની હતી અને એક તેની પોતાની આઠ મહિનાની બહેન હતી. આ બે સિવાય તેણે તેના પાડોશીની છ મહિનાની પુત્રીની પણ હત્યા કરી હતી. ખુશ્બુ તેની સૌથી નાની શિકાર હતી.

    તેણે ખુશ્બુને પથ્થરના ઘા મારીને મારી નાખી. અમરજીત સાડાએ ખુદ તેની માતાની સામે ખુશ્બુની હત્યાની કબૂલાત કરી હતી. ત્યાર બાદ જ તેને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. જ્યાં મેન્ટલ એક્સપર્ટે કેસ સ્ટડી કરીને ઘણી બધી બાબતો જણાવી.

    Worlds Youngest Serial Killer


    આ પણ વાંચો: મૃત્યુ પછી પણ ખેલાડીએ કર્યો 'છેલ્લો ગોલ', મિત્રતાનો વીડિયો જોઈને છલકાઈ જશે આંખો!

    મર્ડરમાં થતી પીડા જોવાની આવતી હતી મજા
    જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે અમરજીત સાડા માત્ર આઠ વર્ષનો હતો. તેનો જન્મ 1998 માં થયો હતો. તેના પરિવારના બે સભ્યો ઉપરાંત તેણે પાડોશીની પુત્રીની પણ હત્યા કરી હતી. તેણે 2006 થી 2007 દરમિયાન તેના ગુના કર્યા હતા. તે સમયે તેની ઉંમર સાતથી આઠની વચ્ચે હતી. ધ મિરરના અહેવાલ મુજબ, આ ઉંમરે ત્રણ હત્યાઓને કારણે અમરજીત સાડાનું નામ વિશ્વના સૌથી યુવા સિરિયલ કિલર્સમાં નોંધાયેલું છે, જે હજુ પણ ટકી રહ્યું છે.

    આ પણ વાંચો: અંદરથી આવી છે અમેરિકાની સૌથી ખતરનાક જેલ, અંદર જતાં જ કંપી ઉઠે છે  આત્મા!

    કોઈ સજા મળી નથી
    ભારતના કાયદા અનુસાર, સગીરને 18 વર્ષની ઉંમર પહેલા કરેલા ગુના માટે સજા થઈ શકે નહીં. આ કારણોસર, અમરજીત સાડાને સુધારક ગૃહમાં મોકલવામાં આવ્યો હતો. અમરજીત સાડાને ત્યાંથી મુક્ત કરવામાં આવ્યો છે. આ સિરિયલ કિલર અત્યારે ક્યાં છે, તેના વિશે કોઈ જાણતું નથી. એવું કહેવાય છે કે તેણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે જ્યારે તે કોઈને મારી નાખે છે, ત્યારે તે સમયે તેનું દુઃખ જોવાનું તેને ગમે છે. તે માત્ર તેને જોવા માટે રક્તપાત કરતો હતો. તે સિવાય તેનો કોઈ હેતુ નહોતો.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Bihar News, Crime news, Viral news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन