પાકિસ્તાનના સમર્થક બ્રિટીશ નેતાને મળ્યા કૉંગ્રેસના નેતા, થયો વિવાદ

જેરેમી સાથે થયેલી બેઠક પર થયેલા વિવાદ પછી કૉંગ્રેસ કરવી પડી સ્પષ્ટતા

News18 Gujarati
Updated: October 10, 2019, 8:52 PM IST
પાકિસ્તાનના સમર્થક બ્રિટીશ નેતાને મળ્યા કૉંગ્રેસના નેતા, થયો વિવાદ
જેરેમી સાથે થયેલી બેઠક પર થયેલા વિવાદ પછી કૉંગ્રેસ કરવી પડી સ્પષ્ટતા
News18 Gujarati
Updated: October 10, 2019, 8:52 PM IST
બ્રિટન (Britain)ની લેબર પાર્ટીના સાંસદ જેરેમી કૉબિનના (Jeremy Corbyn)એક ટ્વિટ પછી ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેનાએ (Shiv sena) કૉંગ્રેસ (Congress) પર પ્રહારો કર્યા છે. લેબર પાર્ટીના સાંસદ જેરેમી કૉબિને ગુરુવારે એક ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે કૉંગ્રેસ ઓવરસીજનું પ્રતિનિધિમંડળ તેને મળવા આવ્યું હતું. આ દરમિયાન કાશ્મીરમાં માનવાધિકાર સાથે જોડાયેલ મુદ્દા ઉપર પણ ચર્ચા થઈ હતી.

કૉબિને લખ્યું છે કે ભારતીય કૉંગ્રેસ પાર્ટીના યૂકેના પ્રતિનિધિયો સાથે ઘણી સારી બેઠક થઈ હતી. જ્યાં અમે કાશ્મીરમાં માનવાધિકારોની સ્થિતિ ઉપર ચર્ચા કરી. આટલા લાંબા સમય સુધી આ ક્ષેત્રને નુકસાન પહોંચાડનાર હિંસા અને ભયને સમાપ્ત કરવો જોઈએ.કૉબિનના આ ટ્વિટમાં જે લોકો કથિત રીતે કૉંગ્રેસના નેતા બતાવવામાં આવી રહ્યા છે તેમાંથી એકની ઓળખાણ ઓવરસીજ કૉંગ્રેસના કથિત અધ્યક્ષ કમલ ધાલીવાલના રુપમાં કરવામાં આવી રહી છે. જોકે અમે આ જાણકારીની પૃષ્ટી કરતા નથી.

બીજેપીએ કૉંગ્રેસ પર કર્યો પ્રહાર
જેરેમીના આ ટ્વિટ પછી બીજેપીએ કૉંગ્રેસે ઉપર પ્રહારો કર્યા છે. જેરેમીના ટ્વિટને કોટ કરતા બીજેપીએ લખ્યું છે કે ભયાવહ! કૉંગ્રેસ ભારતના લોકોને સમજાવી રહી છે કે તેના નેતા વિદેશી નેતાઓને ભારત વિશે શું જણાવી રહ્યા છે. આ શરમજનક શરારત માટે ભારતના લોકો કૉંગ્રેસને સખત જવાબ આપશે.
Loading...શિવસેનાની નેતા પ્રિયંકા ચતુર્વેદીએ આ મુદ્દે ટ્વિટ કર્યું હતું કે વાહ! તો કૉંગ્રેસ અનુભવે છે કે જમ્મુ અને કાશ્મીરમાં તેમના હસ્તક્ષેપ માટે બ્રિટન અને અન્ય દેશોના પ્રતિનિધિમંડળને લઈ જવા યોગ્ય છે? અન્ય દેશોના ઘરેલું મામલામાં હસ્તક્ષેપ કરવા માટે કહી રહ્યા છે? આનાથી વધારે શરમજનક વાત શું છે.પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું હતું કે કૉંગ્રેસ કાશ્મીરમાં બીડીસી ચૂંટણીનો બહિષ્કાર કરશે પણ અન્ય દેશોની સાથે ભારતના આંતરિક નીતિગત નિર્ણયોમાં હસ્તક્ષેપ કરવા દેશે? આ સિવાય મોટા ભાગના દેશોએ Article 370 ને ભારતનો ઘરેલું મામલો બતાવ્યો છે. વાસ્તવિકતાની તપાસ કરવી જોઈએ. 

જેરેમી સાથે થયેલી બેઠક પર થયેલા વિવાદ પછી કૉંગ્રેસના બ્રિટન એકમે કહ્યું છે કે જેરેમી કોબિન સાથે અમારી બેઠક તેમની પાર્ટી દ્વારા પારિત કાશ્મીર પ્રસ્તાવની નિંદા કરવા માટે આયોજિત કરવામાં આવી હતી અને કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર એક આંતરિક મામલો છે અને બહારનો હસ્તક્ષેપ સ્વિકાર કરવામાં આવશે નહીં.
First published: October 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...