Home /News /world /ટ્રમ્પે ભારત સાથે 2+2 બેઠક પહેલા ફરી છેડી આયાત વેરાની વાત

ટ્રમ્પે ભારત સાથે 2+2 બેઠક પહેલા ફરી છેડી આયાત વેરાની વાત

ફાઇલ તસવીર

    ભારત સાથે આવતા સપ્તાહ થનારી પહેલી 2+2 બેઠક પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર એકવાર ફરી અમેરિકાના ઉત્પાદનો પર 100 ટકા ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવાનો આરોપ લગાવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'કેટલાક એવા દેશ છે, જેમકે ભારત 100 ટકા સુધીનો (આયાત) દર લગાવે છે, અમે ઇચ્છીએ છીએ કે તે હટવું જોઇએ. '

    વિદેશી સામાનો પર આયાત વેરો વધારવાના પોતાના નિર્ણય અંગેના સવાલ પર ટ્રમ્પે જવાબ આપ્યો છે. ટ્રમ્પે પોતાના આ નિર્ણયનો બચાવ કરતાં દલીલ કરી છે કે ચીન, યુરોપ સંઘ અને ભારત જેવા દેશો સાથે ટેક્સમાં અસમાનતા ન થાય તે માટે તેમણે આ પગલું ભર્યું છે.

    ભારત અને અમેરિકા વચ્ચે આવનારા સપ્તાહમાં પહેલી વખત 2+2 ડાયલોગ થવાના છે. આ વાર્તામાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ પોતાની અમેરિકી સમકક્ષાઓ સેક્રેટરી ઓફ સ્ટેટ (વિદેશ મંત્રી) માઇક પોમ્પિયો અને ડિફેન્સ સેક્રેટરી (રક્ષામંત્રી) જેમ્સ મૈટિસ સાથે વાતચીત કરશે.

    જોકે આ બેઠક પહેલા ટ્રમ્પે કહ્યું છે કે, 'હું શું કરવા માંગુ છું અને મે G7માં શું રજૂ કર્યું હતું? મેં કહ્યું હતું કે દરેક ટેરિફ અને બેરિયર સમાપ્ત કરી દઇએ. શું બધા તે માટે સહમત છે? અને કોઇએ પણ હા ન કહ્યું. મેં કહ્યું મિત્રો એક મિનિટ રાહ જુવો, તમે ફરિયાદી બનો છો. ન કોઇ ટેરિફ, ન કોઇ બેરિયર, તમારો નિર્ણય તમારી પર છે.'

    કેનેડામાં થયેલી G7 બેઠકમાં નેતાઓ સાથે વાતચીતને યાદ કરતા ટ્રમ્પે કહ્યું, 'અન્ય દેશ સાથે વાતચીત કરી રહ્યાં છે. ટેરિફ વગર આપ ક્યારેય તે કરી નથી શકતાં. જો તેઓ વાતચીત કરવા નથી માંગતા તો પછી અમે ટેરિફ લગાવીશું.' તેમણે કહ્યું, 'યાદ રાખો અમે બેંક છીએ, જેને દરેક જણ લૂંટવા માંગે છે પરંતુ હવે આવું નહીં થાય. ચીન સાથેના વેપારમાં અમે ગયા વર્ષે 500 બિલિયન ડોલર ગુમાવ્યાં છે. યુરોપિયન યુનિયનની સાથે અમે 151 અમેરિકી ડોલર ગુમાવી દે છે. જેના કારણે અમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને અમારા ખેડૂતો વેપાર નથી કરી શકતાં.'
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Donald trump, Import duty

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन