રશિયાએ PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન

News18 Gujarati
Updated: April 12, 2019, 3:51 PM IST
રશિયાએ PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન
નરેન્દ્ર મોદીને દુનિયાનું સૌથી મોટું સન્માન મળ્યું છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: દેશમાં વિપક્ષનાં નિશાના પર રહેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે રશિયાથી સારી ખબર આવી છે. નરેન્દ્ર મોદીને દુનિયાનું સૌથી મોટું સન્માન મળ્યું છે. રશિયાએ પીએમ મોદીને પોતાનું સર્વોચ્ચ નાગરિત સન્માન આપવાનો નિર્ણય કર્યો છે. રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ તેને મંજૂરી આપી દીધી છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં પીએમ મોદીને ઘણાં આંતરરાષ્ટ્રીય સન્માન મળી ચૂક્યાં છે. હાલમાં જ યુએઇએ પણ ઝાયદ એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી.

રશિયાનાં દુતાવાસે પોતાનાં એક નિવેદનમાં કહ્યું કે, '12 એપ્રિલનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સેંટ એન્ડ્ર્‌યુ એટલે રશિયાનો સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવશે.' વડાપ્રધાન મોદીને આ સન્માન ભારત અને રશિયાનાં સંબંધોને મજબૂત કરવા માટે આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: News18 સાથે PM મોદીનું Exclusive Interview: 'આ વખતે 2014 કરતા વધારે સીટો જીતશે બીજેપી'

'ઝાયદ મેડલ'થી સન્માનિત થયા છે

કેટલાક દિવસ પહેલા સંયુક્ત અરબ અમીરાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રતિષ્ઠિત 'ઝાયદ મેડલ'થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. આ સન્માન રાજાઓ, રાષ્ટ્રપતિઓ અને રાષ્ટ્રધ્યક્ષોને આપવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ પુરસ્કાર ભારત અને સંયુક્ત અરબ અમીરાત વચ્ચેના સંબંધને વધુ ગાઢ બનાવવા માટે આપવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે પીએમ મોદીના નેતૃત્વમાં સંયુક્ત અરબ અમીરાત સાથેના સંબંધ વધુ મજબૂત બન્યા છે અને બંને દેશોના રાજકીય સંબંધોને ગાઢ બનાવવામાં પ્રધાનમંત્રી મોદીનું યોગદાન પ્રસંશનીય રહ્યું છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પીએમ મોદીને મળી રહેલા આ સન્માનનું સ્વાગત કરતા ટવિટ કર્યું હતું કે ઇસ્લામિક દેશો સાથે રાજનૈતિક સહયોગ અને સકારાત્મક સંબંધને સ્થાપવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ ભમિકા ભજવી છે.
First published: April 12, 2019
વધુ વાંચો
अगली ख़बर