Rafale Deal પછી અનિલ અંબાણીને મળેલી ટેક્સ માફી પર ફ્રાંસ અને ભારતની સ્પષ્ટતા

News18 Gujarati
Updated: April 14, 2019, 7:53 AM IST
Rafale Deal પછી અનિલ અંબાણીને મળેલી ટેક્સ માફી પર ફ્રાંસ અને ભારતની સ્પષ્ટતા
અનિલ અંબાણીની ફાઇલ તસવીર

'ફ્રાન્સમાં અનિલ અંબાણીનો 1100 કરોડ રૂપિયાનો ટેક્સ માફ કરી દેવામાં આવ્યો છે.'

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: રાફેલ ડીલ પર વિવાદ રોકાવવાનું નામ નથી લેતો. ભારતમાં સુપ્રીમ કોર્ટ આ ડીલ અંગે ફરીથી કેસની સુનાવણી શરૂ કરવા જઇ રહી છે ત્યારે ફ્રાંસનાં સ્થાનિક મીડિયામાં ખબર આવી છે કે ફ્રાંસનાં અધિકારીઓએ અનિલ અંબાણીનું દેવુ ચુકવવામાં મદદ કરી છે. જોકે આ રિપોર્ટને ફ્રાંસ અને ભારત બંન્નેએ નકાર્યા છે. ભારતે આને પક્ષપાતપૂર્ણ ખબર કહી છે.

ફ્રાન્સના એક અખબાર લા મોંડેની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ફ્રાન્સમાં અનિલ અંબાણીનો 1100 કરોડ રૂપિયાનો ટેક્સ માફ કરી દેવામાં આવ્યો છે. રફાલ વિમાન ખરીદવાની ભારતે જાહેરાત કરી તેના છ મહિનામાં જ ફ્રાન્સે અનિલ અંબાણીનો 1100 કરોડ રૂપિયાનો ટેક્સ માફ કરી દીધો હતો. જેને પગલે હવે આ ડીલને લઇને ફરી અનેક સવાલો ઉપસ્થિત થયા છે. જોકે આ રિપોર્ટને લઇને જે વિવાદ સામે આવ્યો છે તે અંગે સ્પષ્ટતા કરતા રિલાયન્સ કોમ્યુનિકેશને એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે જે ટેક્સ માફી મળી છે તેમાં કઇ જ ગેરકાયદે નથી અને ફ્રાન્સમાં સક્રિય દરેક કંપનીને પણ આ જ લાભ મળે છે.

ફ્રાંસે શનિવારે સ્પષ્ટતા કરતા કહ્યું કે ત્યાંના કરવિભાગ અને રિલાયન્સની સહયોગી કંપની વચ્ચે કર છૂટ માટે વૈશ્વિક સહમતિ બની હતી. જેમાં કોઇપણ રીતનો રાજકીય હસ્તક્ષેપ કરવામાં આવ્યો નથી. મીડિયામાં જ્યારે ખબરો ફેલાઇ રહી હતી કે અનિલ અંબાણીની ફ્રાંસીસ કંપનીને કરમાં ભારે છૂટ આપવામાં આવી છે ત્યારે ફ્રાંસે આ સ્પષ્ટતા આપી હતી.

ફ્રાન્સ અખબારના રિપોર્ટ અનુસાર અનિલ અંબાણીની કંપની રિલાયંસ એટલાંટિક ફ્લેગ ફ્રાંસ પર 2007થી 2010 સુધીમાં 60 મિલિયન યૂરોનો ટેક્સ હતો. જે 2015માં તે વધીને 151 મિલિયન યૂરો એટલે કે 1182 કરોડ રૂપિયા થઇ ગયો હતો. ફ્રાન્સે આ ટેક્સને એવા સમયે માફ કરી દીધો હતો કે જ્યારે ભારતે ફ્રાન્સ પાસેથી રફાલ વિમાન ખરીદવાની જાહેરાત કરી હતી. રફાલ વિમાન ફ્રાન્સની કંપની અને અનિલ અંબાણીની કંપની તૈયાર કરી રહ્યા છે. જોકે વિપક્ષ આરોપો લગાવી રહ્યો છે કે નરેન્દ્ર મોદીએ અનિલ અંબાણીને ફાયદો પહોંચાડવા માટે જ રફાલ સોદો કર્યો હતો.

અખબારના જણાવ્યા પ્રમાણે રફાલ સોદાની જાહેરાતના 6 મહિના બાદ ફ્રાંસે ટેક્સ સેટલમેન્ટના ભાગરુપે અનિલ અંબાણીને કરમાં છૂટ આપી છે. આ વાતને ફ્રાન્સના અધિકારીઓએ ઠુકરાવી દીધી હતી. બીજી તરફ ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ટેક્સ માફી અને અનિલ અંબાણીની કંપની કે જે રફાલ સોદા સાથે સંકળાયેલી છે તેને કઇ લેવાદેવા નથી.
First published: April 14, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading