અમેરિકા બાદ હવે ફ્રાન્સ પણ લગાવશે સાઉદીના લોકો પર પ્રતિબંધ

News18 Gujarati
Updated: November 20, 2018, 1:44 PM IST
અમેરિકા બાદ હવે ફ્રાન્સ પણ લગાવશે સાઉદીના લોકો પર પ્રતિબંધ
જમાલ ખશોગીની ફાઇલ તસવીર

યુ.એસ. પછી હવે ફ્રાન્સ પણ ખશોગીના મૃત્યુથી સંબંધિત લોકો પર મૂકશે પ્રતિબંધ

  • Share this:
સાઉદી અરેબિયાએ હકીકત સ્વીકારી છે કે તુર્કીના ઈસ્તાંબુલ દૂતાવાસમાં જમાલ ખશોગીની હત્યા કરવામાં આવી હતી. સાઉદીમાં રહેતા ખશોગી યુ.એસ નાગરિક હતા અને વોશિંગ્ટન પોસ્ટ માટે લખતા હતા. 2 ઓક્ટોબરના રોજ ખશોગી તે દસ્તાવેજો મેળવવા સાઉદી એમ્બેસી ગયાં હતાં. જેમાં સાબિતી હતી કે તેમણે છૂટાછેડા લીધાં છે અને જેથી તેઓ ફરીથી લગ્ન કરી શકે છે.

અઠવાડિયાઓ સુધી આ વાતનો ઇનકાર કરવા પર કે ખશોગીનાં ગાયબ થવામાં તેમનો કોઈ હાથ નથી. અંતે સાઉદીએ આ હકીકતને સ્વીકારી લીધી છે કે તેના જ અધિકારીઓએ સાઉદીના દૂતાવાસમાં ખશોગીની હત્યા કરી હતી. જો કે, અત્યાર સુધી પત્રકારના મૃતદેહ વિશે કોઈ માહિતી મળી નથી. આ હત્યા પછી સાઉદી અરેબિયા સતત આંતરરાષ્ટ્રીય દબાણનો સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત, તે તેના અધિકારીઓ સામે પગલાં લેવા પણ દબાણ હેઠળ છે.

આ દરમિયાન, ફ્રાન્સના વિદેશ પ્રધાન જીન-યવેસ લે ડ્રાયને કહ્યું કે, અમેરિકા બાદ ફ્રાન્સ પણ હવે ખશોગીના મૃત્યુથી સંબંધિત લોકો પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, "અમે આ ક્ષણે જર્મની સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ અને તેના પછી અમે ચોક્કસપણે પ્રતિબંધોની ચોક્કસ સંખ્યા નક્કી કરીશું. પરંતુ અમે વિચારીએ છીએ કે અમારે આગળ વધવું જોઈએ કારણ કે સત્ય બહાર આવવું જરૂરી છે.'

તુર્કીમાં પત્રકારની હત્યા કરવામાં આવી હતી. એટલા માટે તુર્કીનાં વિદેશ પ્રધાન માવલત કવાસુગલૂએ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગ્યુટેર્સ સાથે વાટાઘાટો કરી હતી. આ મીટિંગ અંગે યુએનના પ્રવક્તા સ્ટીફન ડુજરિકે કહ્યું, "તેમણે યમન, સીરિયા, સાયપ્રસ સાથે જ જમાલ ખશોગી અંગે વાત કરી છે." જ્યારે પુછવામાં આવ્યું કે યુ.એન. ખશોગીની તપાસ કરશે કે નહીં, ત્યારે તેમણે કહ્યું કે અમને તુર્કી તરફથી કોઈ સત્તાવાર વિનંતી મળી નથી.

સાઉદીના ક્રાઉન પ્રિન્સ બિન સલમાનને પત્રકારની મૃત્યુ અંગેના અનેક અહેવાલોમાં તેમની હત્યા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. તે જ સમયે તેણે આ બાબતે મૌન સાધી લીધું છે. તાજેતરમાં, સલમાને શૂરા કાઉન્સિલના વાર્ષિક કાર્યક્રમમાં સંબોધન આપ્યું. આ સરકારની ટોચની સલાહકારી સંસ્થા છે. જેમાં તેમણે લગભગ તમામ મુદ્દા વિશે વાત કરી હતી પરંતુ પત્રકારની મૃત્યુ પર ચુપ્પી સાધી હતી.
First published: November 20, 2018, 1:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading