આફ્રિકાના સૌથી યુવા અબજોપતિ મોહમ્મદ દેવજીનું બંદૂકના ઇશારે અપહરણ કરવામાં આવ્યું છે. સ્થાનિક સત્તાવાળાઓના મતે મોહમ્મદ દેવજી 11 ઓક્ટોબરે સવારે દાર-એ-સલામની કોઇ લક્ઝુરિયસ હોટેલના જિમમાં જઇ રહ્યા હતા ત્યારે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. તે 11064 કરોડથી વધુ સંપત્તિના માલિક છે. મોહમ્મદ દેવજીના માતા પિતા ગુજરાત છોડીને તાન્ઝાનિયામાં વસ્યા હતા. 1970માં તેમના પિતાએ MELT કંપનીની સ્થાપના કરી. જે 10 દેશોમાં એગ્રિકલ્ચર, ટ્રાન્સપોર્ટથી માંડી ફૂડને લગતા બિઝનેસ કરે છે.
દાર-એ-સલામના ગવર્નર પૌલ મકોન્ડાએ મીડિયાને જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી પ્રમાણે દેવજીનું અપહરણ બે વ્હાઇટ માણસોએ કર્યું છે. દેવજી રોજની જેમ કસરત માટે હોટેલના જિમ તરફ જઇ રહ્યા હતા, ત્યારે તેમનું અપહરણ કરવામાં આવ્યું. સ્થાનિક પોલીસ ચીફ લાઝરો મેમ્બોસાસાએ પ્રેસને જણાવ્યું કે અપહરણકારોએ દેવજીનું અપહરણ કરતાં પહેલા હવામાં ફાયરિંગ પણ કર્યું હતું, બાદમાં દેવજીને કારમાં નાંખીને તેઓ ભાગી ગયા હતા. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને કેટલાંકની ધરપકડ પણ કરી છે.
મોહમ્મદ દેવજી તાન્ઝાનિયાના ટોચની કંપનીઓ પૈકીની એક મોહમ્મદ એન્ટરપ્રાઇઝિસ તાન્ઝાનિયા લિમિટેડ (MeLT)ના પ્રેસિડન્ટ છે. 43 વર્ષના મોહમ્મગ દેવજી સ્થાનિકોમાં 'મો દેવજી' તરીકે જાણીતા છે.
2015માં ફોર્બ્સે તેમને આફ્રિકા પર્સન ઓફ ધ યરનો ખિતાબ આપ્યો હતો
દેવજી દાર-એ-સલામની સિમ્બા ફૂટબોલ ક્લબના મુખ્ય શેરહોલ્ડર છે. આફ્રિકાના અબજોપતિની યાદીમાં મો દેવજી 17મા ક્રમે છે. પરિણીત અને ત્રણ બાળકોના પિતા એવા દેવજીએ 2016માં પોતાની અડધી સંપત્તિ માનવ કલ્યાણ પાછળ દાન કરવાના શપથ લીધા છે.
દેવજીનો જન્મ તાન્ઝાનિયામાં જ થયો હતો. તેમણે અમેરિકાના વોશિંગ્ટન ડીસી શહેરમાં આવેલી જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. બિઝનેસ સિવાય દેવજી એ 2005થી 2015 સુધી તાન્ઝાનિયામાં સાંસદ તરીકે કામ કર્યું હતું. વર્ષ 2013માં તેમનો ફોટો ફોર્બ્સ મેગેઝિનના કવર પર આવ્યો હતો. ફોર્બ્સ મેગેઝિનના કવર પર આવનાર તેઓ પહેલા તાન્ઝાનિયન હતા. તે સિવાય વર્ષ 2015માં ફોર્બ્સે તેમને આફ્રિકા પર્સન ઓફ ધ યરનો ખિતાબ આપ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર