Home /News /world /Afghanistan crisis: કાબુલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારતનો આ છે માસ્ટર પ્લાન

Afghanistan crisis: કાબુલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારતનો આ છે માસ્ટર પ્લાન

ભારતીય વાયુસેનાનું વિમાન અફઘાનિસ્તાન

Afghanistan taliban updates: 15 ઓગસ્ટના દિવસે તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનના (Afghanistan Crisis) કાબુલમાં કબ્જો કર્યા બાદ હામિદ કરજઈ અંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન અમેરિકી અને ઉત્તરીય એટલાન્ટિક સંધિ સંગઠન એટલે કે નાટો દ્વારા કરવામાં આવી રહ્યું છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબ્જો (Afghanistan taliban) થયા બાદ દરેક દેશો પોતાના નાગરિકો અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવામાં લાગી ગયા છે. ભારત પણ સતત વાયુસેનાના (Indian Airforce) વિમાનોથી ભારતીય નાગરીકોને (Indian citizens) પરત લાવી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે ભારત સરકારે (Indian Government) હવે અફઘાનિસ્તાનમાં (Afghanistan) ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પરત (Evacuate) લાવવા માટે દરરોજ બે ઉડાનો સંચાલિત કરવાની મંજૂરી આપી દીધી છે.

અફઘાનિસ્તાન સરકારના સૂત્રોએ એએનઆઈએ જણાવ્યું હતું કે ભારતને અફગાનિસ્તાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને કાઢવા માટે કાબુલથી પ્રતિદિવસ બે ઉડાનો સંચાલિત કરવાની મંજૂરી આપી દીધી છે.

ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટના દિવસે તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનના (Afghanistan Crisis) કાબુલમાં કબ્જો કર્યા બાદ હામિદ કરજઈ અંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન અમેરિકી અને ઉત્તરીય એટલાન્ટિક સંધિ સંગઠન એટલે કે નાટો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભારતને આ સંગઠન તરફથી કાબુલથી દરરોજ બે ઉડાનો સંચાલિત કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ સમયે કાબુલ એરપોર્ટ સંપૂર્ણ પણે અમેરિકી સુરક્ષા દળોના નિયંત્રણ હેઠળ છે. નાટો દળો દ્વારા આ સમયે કાબુલથી 25 ઉડાનો સંચાલિત કરવામાં આવી રહી છે.

90 યાત્રીઓની સાથે પહોંચશે એર ઇન્ડિયાનો વિમાન
અત્યાર સુધી કાબુલની લગભગ 300 નાગરિકોને પરત લાવી ચૂક્યા છે. ભારત આ સમયે તાજિકિસ્તાન અને કતરના રસ્તે પોતાના નાગરિકોને એરલિફ્ટ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારત C130J વિમાનથી કાબુલથી ભારતીયોને પરત લાવી રહ્યું છે. સૂત્રોની માનીએ તો ટૂંક સમયમાં એર ઇન્ડિયાની એક ફ્લાઇટ આશે 90 યાત્રીઓને લઈને ભારત પહોંચનારી છે.

આ પણ વાંચોઃ-Surat: રાંદેરમાં ઇંડાની લારીવાળાથી મહિલાઓ ત્રાહિમામ પોકારી ગઈ, ધારી ધીરને જોતો, જાહેર શૌચાલયમાં પણ પાછળ ઘુસી જતો

અજીત ડોભાલે અમેરિકી સમકક્ષ સાથે કરી વાત
અમેરિકી સુરક્ષા કર્મચારીઓના કંટ્રોલમાં કાબુલ એરપોર્ટ ઉપર ભારતીય અધિકારીઓની આવાજાહીને સુરક્ષિત બનાવવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એનએસએ અજીત ડોભાલે પોતાના અમેરિકી સમકક્ષ જેક સુલિવન સાથે વાતચીત કરી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ નોકરાણીના પતિએ નિવૃત્ત સેશન્સ જજને 24 કલાકમાં 43 વખત ફોન કરી આપી ધમકી, કેમ આપી ધમકી?

આ પણ વાંચોઃ-મોરબીઃ બાઈક અથડાવા જેવી નજીવી બાબતમાં બે યુવકોએ ઈરાન ખોડની છરી વડે કરી હત્યા

ત્યારબાદ ભારતને પહેલા વિમાનને કાબુલથી સંચાલિત કરવા માટે મંજૂરી મળી હતી. ભારતીય વાયુ સેનાએ અફઘાનિસ્તાનમાં પોતાના રાજદૂત અને અન્ય રાજનયિકો સહિત લગભગ 180 યાત્રીઓને પહેલા પરત લાવવામાં આવ્યા હતા.
First published:

Tags: Afghanistan Crisis, Indian Air Force, Taliban terrorism, કાબુલ