Home /News /world /Afghanistan crisis: અફઘાનિસ્તાનથી ભારત આવેલી મહિલાનો ચોંકાવનારો ખુલાસો, તાલિબાનો મૃતદેહો સાથે કરે છે સેક્સ

Afghanistan crisis: અફઘાનિસ્તાનથી ભારત આવેલી મહિલાનો ચોંકાવનારો ખુલાસો, તાલિબાનો મૃતદેહો સાથે કરે છે સેક્સ

અફઘાનિસ્તાનમાં તાલિબાન ફાઈલ તસવીર

taliban tourture on woman in Afghanistan: અફઘાનિસ્તાનમાં પોલીસ વિભાગમાં કામ કરતી મુસ્કાન નામની મહિલા તાલિબાનીઓના ડરના કારણે ભારત આવીને નવી દિલ્હીમાં રહેવા લાગી છે. ત્યારે મુસ્કાને ન્યૂઝ 18 સાથે વાત કરતા મુસ્કાને અનેક ખુલાસા કર્યા હતા. જેમાં તેણે જણાવ્યું હતું કે તાલિબાનો મૃતદેહો સાથે સેક્સ કરે છે.

વધુ જુઓ ...
Afghanistan latest update: અફઘાનિસ્તાન (Afghanistan) ઉપર તાલિબાનનો (taliban) કબ્જો જમાવ્યા બાદ દરરોજ દર્દનાક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ભારત સહિત અનેક દેશો અફઘાનિસ્તામાં (Afghanistan crisis) ફસાયેલા પોતાના નાગરિકોને પરત પોતાના દેશ લાવવાની કામગીરી શરુ કરી દીધી છે. ત્યારે ભારતીય વાયુ સેનાએ (Indian Air force) પણ આ કામગીરી હેઠળ અનેક લોકોને ભારત લાવ્યા છે. ત્યારે અફઘાનિસ્તાનમાંથી ભારત આવતા નાગરિકો પોતાનું દર્દ વ્યક્ત કરી રહ્યા છે. આવી પરિસ્થિતિ વચ્ચે અફઘાનિસ્તાનથી ભારત આવીને નવી દિલ્હીમાં રહેતી એક મહિલાએ પણ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તાલિબાનો મૃતદેહો સાથે સેક્સ કરે છે.

અફઘાનિસ્તાનમાં પોલીસ વિભાગમાં કામ કરતી મુસ્કાન નામની મહિલા તાલિબાનીઓના ડરના કારણે ભારત આવીને નવી દિલ્હીમાં રહેવા લાગી છે. ત્યારે મુસ્કાને ન્યૂઝ 18 સાથે વાત કરતા મુસ્કાને અનેક ખુલાસા કર્યા હતા. જેમાં તેણે જણાવ્યું હતું કે તાલિબાનો મૃતદેહો સાથે સેક્સ કરે છે. લાશ સાથે સેક્સ કરવાની પ્રથાને ક્રોફિલિયા કહેવાય છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે તાલિબાનો કાંતો મહિલાને ઉપાડી લે છે અથવા તો તેને ગોળી મારી દે છે.

મુસ્કાને ખુલાસો કર્યો હતો કે તાલિબાનોએ ગઈ કાલે જ એક મહિલાને ઉપાડી હતી, તેના મતે તેઓ દરેક પરિવારમાંથી મહિલાઓ ઈચ્છે છે. મુસ્કાનના જણાવ્યા પ્રમાણે તેના જીવને જેહાદી જૂથનો ખતરો હતો જેના કારણે તેણીએ નોકરી છોડીને દેશ છોડીને જવું પડ્યું હતું. ' જ્યારે અમે ત્યાં હતા, અમને અસંખ્ય ચેતવણીઓ મળી હતી. જ્યારે તમે કામ ઉપર જાઓ ત્યારે તેમને ધમકી મળે છે, પરિવારનો જીવ પણ ખતરામાં રહે છે.'

તેણીએ વધુમાં જણાવ્યું હતું કે 'તેઓ મૃતદેહો ઉપર દુષ્કર્મ આચરે છે. તેઓ કોઈ ફરક નથી પડતો કે મૃત છે કે જીવિત. શું તમે આની કલ્પના કરી શકો છો?' મુસ્કને કહ્યું કે જો કોઈ પણ મહિલા સરકાર માટે કામ કરશે તો તેમને ભયંક યાતનાઓ ભોગવવી પડશે.

બીજી મહિલા જે 2018માં ભારત આવી હતી તેણે કહ્યું કે તેના પિતાને તાલિબાનોએ ગોળી મારી દીધી હતી. કારણ કે તે પોલીસમાં કામ કરતા હતા. તેના કાકાને પણ ગોળી વાગી હતી કારણ કે તે અફઘાન આર્મીમાં ડોક્ટર તરીકે કામ કરતા હતા.

અગાઉ, એવું નોંધવામાં આવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં એકમાત્ર છોકરીઓ બોર્ડિંગ સ્કૂલના સહ-સ્થાપકએ તેમના વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને સુરક્ષિત રાખવા માંગતા તમામ દસ્તાવેજોને સળગાવી દીધા પછી તાલિબાનો દ્વારા દેશમાં મહિલાઓ પર સતાવણીના નવા ભય વધી ગયો હતો. સ્કૂલ ઓફ લીડરશિપ અફઘાનિસ્તાન (SOLA)ના આચાર્ય શબાના બસીજ-રસીખે જણાવ્યું હતું કે તેમનો ઉદ્દેશ તેમને ભૂંસી નાખવાનો નથી પરંતુ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને તાલિબાનથી બચાવવાનો હતો.
First published:

Tags: Afghanistan Crisis, Taliban terrorism, World news