Home /News /world /Afghanistan latest update: શરુ થયો તાલિબાનીઓનો મહિલાઓ ઉપર આતંક, બુર્ખા વગર મહિલા દેખાઈ તો મારી ગોળી

Afghanistan latest update: શરુ થયો તાલિબાનીઓનો મહિલાઓ ઉપર આતંક, બુર્ખા વગર મહિલા દેખાઈ તો મારી ગોળી

અફઘાનિસ્તાન મહિલાની ફાઈલ તસવીર

Cruel Punishments of Taliban Afghanistan: અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનની (Taliban Regime) વાપસી કર્યા પછી મહિલાઓને બુર્ખો (Women have to wear burqa) પહેરવાનો આદેશ કર્યો હતો. ત્યારે આ દરમિયાન એક મહિલા બુર્ખા વગર રસ્તા (Woman shot for not wearing burqa) ઉપર દેખાઈ હતી તો તેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.

વધુ જુઓ ...
કાબુલઃ  અફઘાનિસ્તાન (Afghanistan-taliban news) ઉપર કબ્જા બાદ તાલિબાન ભલે વાતો ઉદારતાની કરતી રહ્યુ હોય પરંતુ મહિલાઓ માટે તેની ક્રૂરતાના કિસ્સાઓ (Cruel Punishments of Taliban) સામે આવવાના શરુ થયા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનની (Taliban Regime) વાપસી કર્યા પછી મહિલાઓને બુર્ખો (Women have to wear burqa) પહેરવાનો આદેશ કર્યો હતો. ત્યારે આ દરમિયાન એક મહિલા બુર્ખા વગર રસ્તા (Woman shot for not wearing burqa) ઉપર દેખાઈ હતી તો તેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. તાલિબાની ફાઈટર દ્વારા મહિલાને ગોળી મારવામાં આવી હતી.

તાલિબાનના ફાઈટરો (Taliban Fighters) અફઘાનિસ્તાનના (Afghanistan) રસ્તાઓ ઉપર ગાડીઓ અને બાઈકો લઈને ફરી રહ્યા છે. આ યુવકોના હાથમાં તેમનો ઝંડો અને હથિયાર હોય છે. તેમના હાથમાં આવ્યા બાદ આખો દેશ આઘાતમાં છે. શરિયા કાનૂન (Taliban Sharia Law) પ્રમાણે જે પણ ખોટું કરતા દેખાય તેમને સ્થળ ઉપર જ સજા (Talibani Punishment)આપવામાં આવે. આ સિલસિલામાં તાલિબાનિયોને એક મહિલાને બુર્ખો ન (Woman shot for not wearing burqa) પહેરવાની ભુલમાં રસ્તા ઉપર જ ગોળી મારી દીધી હતી.

બુર્ખો ન પહેરવાની સજા મોત
તાલિબાનીઓનું શાસન આવ્યા બાદથી જ અફઘાની મહિલાઓ ભયમાં છે. આ વચ્ચે અફઘાનિસ્તાનના તખાર પ્રાંતથી આ સમાચાર આવી રહ્યા છે કે અહીંના તાલોકાનમાં એક મહિલા બુર્ખા વગર રસ્તા ઉપર જોવા મળી હતી. જેવી જ તાલિબાનીઓએ મહિલાને જોઈ તો તેને ગોળી મારી દીધી હતી.

ફોક્સ ન્યૂઝે લાહીથી લતપથ મહિલા અને તેની આસપાસ ઊભેલા તાલિબાનીઓની તસવીર શેર કરી હતી. આ તસવીર બાદ અફઘાની મહિલાઓમાં ખૌફ વધતો ગયો છે. એટલું જ નહીં ફાઈટરો રસ્તા ઉપર ફરી રહ્યા છે. મહિલાઓ બુર્ખા વગર અને એકલી જતી નથી. માનવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં મહિલાઓ, યુવતીઓની સાથે સાથે વૃદ્ધો અને બાળકોનું નીકળવું પણ ખુબ જ ઓછું થયું છે.

મહિલાઓના હકની વાત કરી છે તાલિબાન?
આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે તાલિબાન સત્તાવાર રીતે અફઘાની લોકોને સુરક્ષા અને મહિલાઓના અધિકારી આપવાની વાત કરી રહ્યા છે. તાલિબાનના પ્રવક્તા જૈબુલ્લા મુઝાહિદ (Zabihullah Mujahid)નું કહેવું છે કે એવા લોકોને બદલો નહીં લે જે તેમની સામે લડ્યા અને મહિાલઓને શરિયા કાનૂનના નિયમો અંતર્ગત અધિકાર પણ આપશે. જોકે આ સમયે અફગાનિસ્તાનમાં હાલાત એ છે કે લોકો અહીંથી ભાગવાનું વિચારી રહ્યા છે. તાલિબાન તેને રસ્તા વચ્ચે માર મારી રહ્યા છે.

આ પણ વાંચોઃ-Afghanistan crisis: 1 ટ્રિલિયન ડોલરના ખનીજ ભંડાર પર બેઠું છે તાલિબાન, વિશ્વને આ ખજાનાની છે ખૂબ જ જરૂર

આ પણ વાંચોઃ-અફઘાનિસ્તાનઃ તાલીબાનોએ મહિલા માટે બનાવ્યા આ 10 નિયમ, ટાઈટ કપડા અને હીલ્સ પર પ્રતિબંધ

અફગાનિસ્તાનમાં તાલિબાનના કબ્જો કર્યા બાદ દેશમાં બુર્ખાનું વેચાણ વધી રહ્યું છે. મહિલાઓ અને યુવતીઓ પોતાના ભવિષ્યને લઈને આશંકિત છે. હાલાત એ છે કે અફઘાનિસ્તામાં માતાઓ અને બાળકો વિદેશી સૈનિકોના હાથમાં સોંપવામાં આવી રહ્યા છે. જેથી તાલિબાનના કહેરથી બચી શકે. તેમને પ્લેનમાંથી પડીને મરવું પસંદ છે પરંતુ તાલિમાન રાજમાં રહેવું નથી પસંદ.
First published:

Tags: Afghanista, Afghanistan Crisis, Talibani punishment