કાબુલ : લગ્ન સમારોહમાં બ્લાસ્ટ, 63 લોકોનાં મોત, 182થી વધુ ઘાયલ

News18 Gujarati
Updated: August 18, 2019, 10:50 AM IST
કાબુલ : લગ્ન સમારોહમાં બ્લાસ્ટ, 63 લોકોનાં મોત, 182થી વધુ ઘાયલ
1,200 લોકોથી ભરેલા રિસેપ્શન હોલમાં આત્મઘાતી હુમલાખોરે પોતાને વિસ્ફોટથી ઉડાવી દીધો

1,200 લોકોથી ભરેલા રિસેપ્શન હોલમાં આત્મઘાતી હુમલાખોરે પોતાને વિસ્ફોટથી ઉડાવી દીધો

  • Share this:
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક લગ્ન સમારોહ દરમિયાન શનિવાર મોડી રાત્રે બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ દુર્ઘટનામાં 63 લોકોનાં મોત થયા, જ્યારે 182થી વધુ લોકો ઘાયલ થયા છે. પ્રત્યક્ષદર્શીઓ મુજબ એક આત્મઘાતી હુમલાખોરે રિસેપ્શન હોલમાં પોતાને વિસ્ફોટથી ઉડાવી દીધો. વિસ્ફોટ કાબુલના પશ્ચિમ વિસ્તારના દુબઈ શહેરના એક લગ્ન હોલમાં થયો.

ગૃહ મંત્રાલયના પ્રવક્તા નસરત રહીમીએ જણાવ્યું કે, ઘાયલોમાં મહિલાઓ અને બાળકો સામેલ છે. તેની સાથે તેઓએ કહ્યું કે, હજુ આ હુમલાની કોઈએ જવાબદારી નથી લીધી. તેથી એ કહી નહીં શકાય કે આ બ્લાસ્ટ પાછળનો હેતુ શું હતો.

અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલય મુજબ, ઘટના શનિવાર રાત્રે સ્થાનિક સમય મુજબ 10.40 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 11.40 વાગ્યે) બની છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા નુસરત રહીમીએ જણાવ્યું કે હજુ આ હુમલાની કોઈએ જવાબદારી નથી લીધી. તેથી એ કહી નહીં શકાય કે આ બ્લાસ્ટ પાછળનું કારણ શું છે.અફઘાન અધિકારીઓએ ઓફિશિયલ રીતે મરનારાઓની સંખ્યા જાહેર નથી કરી પરંતુ પ્રવક્તા નુસર રહીમીએ જણાવ્યું કે કાબુલમાં શનિવાર રાત્રે થયેલા હુમલામાં ડઝનબંધ લોકો માર્યા ગયા અને ઘાયલ થયા. બીજી તરફ, એક પ્રત્યક્ષદર્શી મોહમ્મદ તોફાને જણાવ્યું કે સમારોહમાં એકત્ર તમામ લોકો માર્યા ગયા. વરરાજાના એક સંબંધીએ જણાવ્યું કે લગ્નમાં લગભગ 1,200 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો, દ. કોરિયામાં પાક સમર્થકોના ભારત વિરોધી નારા, આ રીતે મળ્યો જડબાતોડ જવાબ

8 ઓગસ્ટે 14 લોકો માર્યા ગયા હતા

કાબુલમાં આ મહિને આ બીજો હુમલો છે. આ પહેલા 8 ઓગસ્ટે થયેલા બ્લાસ્ટમાં 14 લોકોનાં મોત થયા હતા, જ્યારે 145 લોકો ઘાયલ થયા હતા. પશ્ચિમ વિસ્તારમાં અફઘાન સુરક્ષાકર્મીઓને તાલિબાને નિશાન બનાવ્યા હતા. તેના માટે કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો, 27 વર્ષથી ઝૂંપડામાં રહેતી હતી શહીદની પત્ની, યુવાઓએ સ્વતંત્રતા દિવસે ભેટ કર્યુ ઘર
First published: August 18, 2019, 7:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading