Home /News /world /

ટ્રમ્પની ધમકી અવગણી 2000 માઇગ્રન્ટ્સ અમેરિકા તરફ આગળ વધ્યા

ટ્રમ્પની ધમકી અવગણી 2000 માઇગ્રન્ટ્સ અમેરિકા તરફ આગળ વધ્યા

ટ્રમ્પની ધમકી અવગણી 2000 માઇગ્રન્ટ્સ અમેરિકા તરફ આગળ વધ્યા

યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સેન્ટ્રલ અમેરિકન કારવાંને તાત્કાલિક અટકાવવાના આદેશ આપ્યા છે

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીને અવગણીને 2000 જેટલા માઇગ્રન્ટ્સ અમેરિકા તરફ આગળ વધ્યા છે. ગ્વાટેમાલા પોલીસના જણાવ્યા પ્રમાણે રવિવારે વહેલી સવારે 62 હોન્ડૂરાસ નાગરિકોને બે બસોમાં બેસાડી બોર્ડર પાર કરાવી છે. કારણ કે, મોટાાભાગના માઇગ્રન્ટ્સ સુચીત નદી પાર કરી જોખમી રીતે આગળ વધી રહ્યા છે.

    યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સેન્ટ્રલ અમેરિકન કારવાંને તાત્કાલિક અટકાવવાના આદેશ આપ્યા છે. ટ્રમ્પે માઇગ્રન્ટ્સને આગામી નવેમ્બર મહિનામાં યોજાનારા મિડ-ટર્મ ઇલેક્શન સાથે જોડી પોલિટિકલ ઇશ્યુ બનાવ્યો છે. ટ્રમ્પે મેક્સિકો ગવર્મેન્ટને ધમકી આપી છે કે, જો તેઓ માઇગ્રન્ટ્સના આ કારવાંને રોકવા નિષ્ફળ રહ્યા તો ભવિષ્યમાં યુએસ-મેક્સિકો વચ્ચે થતી પ્રાદેશિક સહાયને અટકાવી દેવામાં આવશે.

    ગ્વાટેમાલામાં મેક્સિકો એમ્બેસેડર લ્યુઇસ મેન્યુઅલ લોપેઝના જણાવ્યા અનુસાર, સ્ત્રીઓ અને બાળકોને હાલ દેશમાં પ્રવેશ આપવામાં આવ્યો છે જ્યારે અન્ય માઇગ્રન્ટ્સને હાલ શેલ્ટર હાઉસમાં આશરો આપ્યો છે. આ સિવાયના માઇગ્રન્ટ્સ બ્રિજ ઉપર જ પ્રવેશ માટે રાહ જોઇ રહ્યા છે.
    First published:

    Tags: Caravan, Migrants U.S, U.S

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन