...'The King of Cocaine', જેને મારવા માટે ખર્ચાયા રૂ.16 અબજ

sanjay kachot
Updated: November 3, 2018, 3:37 PM IST
...'The King of Cocaine', જેને મારવા માટે ખર્ચાયા રૂ.16 અબજ
ફાઇલ ફોટો

પાબ્લોના ભાઈ રોબર્ટો એસ્કોબારના પુસ્તક 'ધ એકાઉન્ટ્સ સ્ટોરી' અનુસાર તે ઘણીવાર દિવસમાં 15 ટન કોકીનની તસ્કરી કરતો હતો

  • Last Updated: November 3, 2018, 3:37 PM IST
  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી :

આજકાલ ગુજરાતમાંથી મોટી માત્રમાં નશીલી દવાઓ પકડાઈ રહી છે. આપણું યુવાધન નિશાન ઉપર છે; ત્યારે તમને ખબર છે  દુનિયાનો ખૂંખાર ડ્રગ માફિયા કોણ હતો ? જેની હત્યા માટે તેના દુશ્મનોએ કેટલા રૂપિયા ખર્ચી નાખ્યા ? વળી 'રોબિન હૂડ' ની ઈમેજ ધરાવતો આ વ્યક્તિનું સામ્રાજ્ય કેવું હતું ?

ચાલો, લટાર મારીને પાબ્લો એસ્કોબારની દુનિયામાં....

પાબ્લો એમિલિયો એસ્કોબાર ગૈવિરિયા એક કોલંબિયાઈ ડ્રગ માફિયા હતો, જે કોકીનનો કાળો વેપાર કરતો હતો. પાબ્લોના ભાઈ રોબર્ટો એસ્કોબારના પુસ્તક 'ધ એકાઉન્ટ્સ સ્ટોરી' અનુસાર તે ઘણીવાર દિવસમાં 15 ટન કોકીનની તસ્કરી કરતો હતો. 1989માં ફોર્બ્સ મેગેઝિને એસ્કોબારને દુનિયાનો 7મો સૌથી અમીર વ્યક્તિ ગણાવ્યો હતો તેની અંગત સંપત્તિ 20 બિલિયન ડોલર એટલે 16 અબજ રૂપિયા હતી. તેની પાસે અનેક લગ્ઝરી  ગાડીઓ અને  મકાન હતા .

આ પાબ્લોની પત્ની વિક્ટોરિયા ઇયૂગેનિયાએ પોતાની નવી બુકમાં દાવો કર્યો છે કે તેની વિરોધી ગેંગ અને તેના દુશ્મન લોસ પેપેસે પાબ્લોને મારવા માટે 16 અબજ રૂપિયા ખર્ચ કરી દીધા હતાં. વિક્ટોરિયાનો દાવો છે કે, લગભગ બે દશક પહેલાં દુનિયાભરમાં ડ્રગ માફિયાના સરગના તરીકે પાબ્લો એમિલિયો એસ્કોબાર ગૈવિરિયાનું નામ પ્રચલિત હતું. તે દુનિયાનો સૌથી અમીર અને ખૂંખાર ડ્રગ માફિયા હતો, જેને એનકાઉન્ટરમાં મારી દેવામાં આવ્યો હતો.એવું કહેવાય છે કે, તેની પાસે એટલા તો રૂપિયા રોકડામાં હતા કે આ પૈસા પૈકીના અબજો રૂપિયા ઉંદર ખાઇ જતાં હતાં.

Escobar was responsible for killing about thousand of people, including an estimated judges and hundred of police, journalists, and government officials.

Loading...

પાબ્લોના ભાઈ રોબર્ટોના મતે જે સમયેપાબ્લોનો વર્ષનો નફો 126988 કરોડ રૂપિયા હતો, તે સમયે તેના ગોડાઉનમાં રાખેલી આ રકમનો 10 ટકા ભાગ ઉંદર ખાઇ જતાં હતાં અથવા પાણી અને અન્ય કારણે તે ખરાબ થઇ જતાં હતાં. તે એક લાખ 67 હજાર રૂપિયા તો માત્ર દર મહિને નોટની થપ્પીઓ બાંધવા માટે રબર બેન્ડ પર ખર્ચ કરી દેતો હતો. 1986માં તેણે કોલંબિયાના પોલિટિક્સમાં ઘુસવાની કોશિશ કરી હતી. જેની માટે તેણે દેશના 10 બિલિયન ડોલર (5.4 અબજ રૂપિયા)ના રાષ્ટ્રીય દેવાને ચૂકવવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.

પાબ્લો કોલંબિયાઈ સરકાર અને અમેરિકાનો એક મોટો દુશ્મન હતો. છતાંય તેને મેડેલિનમાં ગરીબોનો મસીહા માનવામાં આવતો હતો. પાબ્લોએ અનેક ચર્ચ પણ બનાવ્યાં જેનાથી તેને લોકલ રોમન કૈથોલિક સમાજમાં ખૂબ જ લોકપ્રિયતા અપાવી. 'રોબિન હુડ'ની છબી ધરાવતા પાબ્લોએ 1976 માં 26 વર્ષની ઉંમરમાં 15 વર્ષની મારિયા વિક્ટોરિયા સાથે લગ્ન કર્યાં જેનાથી તેને બે સંતાનો જુઆન અને મૈનુએલા છે

 
First published: November 3, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...