Home /News /world /

લ્યો બોલો! ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિનું નોબેલ પારિતોષિક મળશે?

લ્યો બોલો! ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિનું નોબેલ પારિતોષિક મળશે?

    અમેરિકાના પ્રમુખ બેરેક ઓબામાને દસ વર્ષ પહેલા શાંતિનું નોબેલ પારિતોષિક મળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમને ઉત્તર કોરિયાના અણુબોમ્બ મામલે સફળતાપૂર્વક મામલો થાળે પાડવા માટે પારિતોષિકથી નવાજવામાં આવશે ? ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધીઓ આ વિચારમાત્રથી જ માંથુ ખંજવાળવા માંડ્યા છે પણ આ વાત હકિકત બની પણ શકે છે. કેમ કે, આ વિચાર રિપબ્લિકન પાર્ટીના નેતાઓએ વહેતો મૂક્યો છે આ માટે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના નામને શાંતિ માટેને નોબેલ પ્રાઇઝ માટે નોમિનેટ પણ કર્યા છે.

    ડોનાલ્ડ ટ્રમ્પના કાનને સાંભળવા ગમે એવાં આ સમાચાર છે. 72 વર્ષના બિઝનેસમેને પહેલા કોઇ પણ પ્રકારના રાજકીય અનુંભવ વગર અમેરિકાના પ્રમુખ બની ગયા હતા અને હાલ તેઓ 'જગતજમાદાર'ની ભૂમિકામાં છે.

    ડોનાલ્ડ ટ્રમ્પે આ વિશે તેમની પ્રક્રિયા આપતા ક્હયુ હતુ કે, આ ખુબ સારી વાત છે. આભાર. આ ખુબ સારી વાત છે. એક રેલીમાં તેમના સમર્થકોને સંબોધતા તેમણે આ શબ્દો ઉચ્ચાર્યા હતા. તેમના ચાહકો નોબેલ....નોબેલ..નોબેલ.ના નારાં લગાવતા હતા.

    ટ્રમ્પે કહ્યુ કે તેઓ જગતમાં શાંતિ ઇચ્છે છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાની પરમાણુ બોમ્બની ધમકીઓને ગણકાર્યા વગર કોરિયાને સીધુદોર કરવામા મહત્વની ભૂમિકા ભજવી હતી અને તાજેતરમાં ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના નેતાઓ એકબીજાને મળ્યા હતા. જો કે, ઉત્તર કોરિયા તેના પરમાણુ બોમ્બના સાધનો નાશ ક્યારે કરશે એ સવાલ ઉભો છે પણ આ ઘટના સ્થાનિક રીતે મહત્વની ગણાય છે.

    અમેરિકાના પૂર્વ રાજદૂત એરોન ડેવિડ મિલરે કહ્યુ કે, આ એક ન માન્યામાં આવે એવી વાત છે પણ જો મુસદ્દીગિરી સીધી રીતે ચાલે તો આ વાત (ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિનું નોબેલ) નકારી શકાય નહીં.

    અમેરિકાના ચાર પ્રમુખોને શાંતિનું નોબેલ પારિતોષિક મળી ચૂ્કયુ છે. જેમાં થિયોડોર રુઝવેલ્ટ, વુડ્રો વિલ્સન, જીમી કાર્ટર અને બેરેક ઓબામાનો સમાવેશ થાય છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Detractors cringe, Donald trump, Republican lawmakers, નોબલ પુરસ્કાર, બરાક ઓબામા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन