ઇન્ડોનેશિયામાં પ્લેન ક્રેશ, 8નાં મોત, 12 વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ

ઇન્ડોનેશિયાના પહાડી વિસ્તારમાં રવિવારે એક વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. આ વિમાન શનિવારે ગૂમ થયું હતું. ઘટનામાં 8 લોકોનાં મોત થયા છે. તેમાં માત્ર 12 વર્ષનો બાળક જ બચ્યો

ઇન્ડોનેશિયાના પહાડી વિસ્તારમાં રવિવારે એક વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. આ વિમાન શનિવારે ગૂમ થયું હતું. ઘટનામાં 8 લોકોનાં મોત થયા છે. તેમાં માત્ર 12 વર્ષનો બાળક જ બચ્યો

  • Share this:
    ઇન્ડોનેશિયાના પહાડી વિસ્તારમાં રવિવારે એક વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. આ વિમાન શનિવારે ગૂમ થયું હતું. ઘટનામાં 8 લોકોનાં મોત થયા છે. તેમાં માત્ર 12 વર્ષનો બાળક જ બચ્યો છે.

    આ પ્લેન રન-વે પરથી ટેકઓફ તયું તેની 40 મિનિટ બાદથી જ એર ટ્રાફિક કંટ્રોલ (એટીએસ) સાથે વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો. પાપુઆના મિલિટરી સ્પોક્સપર્સન કર્નલ દાક્સ સિયાનતુરીએ જણાવ્યું કે, વિમાનમાં સવાર 8 લોકોનાં મોત થયા છે અને માત્ર એક બાળક જીવિત મળ્યું છે. આ દુર્ઘટના કઇ રીતે અને ક્યા કારણોસર થઇ, તેની હજુ સુધી પુષ્ટી થઇ નથી.

    ઇન્ડોનેશિયામાં હજારો નાના દ્વિપ છે, જેના ઉપર આવવા-જવા માટે ભારે એર ટ્રાફિક રહે છે. જો કે, ઇન્ડોનેશિયાના વિમાનોમાં સુરક્ષાના પ્રબંધ સામે હંમેશા સવાલ ઉભો થતો રહ્યો છે. ગયા વર્ષે ઇન્ડોનેશિયામાં અનેક વિમાનો દુર્ઘટનાના શિકાર થઇ ચૂક્યા છે. જેમાં પાપુઆ આવવા-જવામાં સૌથી વધુ મુશ્કેલીઓ નડે છે. જુલાઇ 2017માં પાપુઆમાં જ એક નાનકડું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. તેમાં 5 લોકોનાં મોત થયા હતા. જ્યારે ઓગસ્ટ 2015માં પાપુઆમાં એક બોઇંગ પ્લેન ખરાબ હવામાનના કારણે ક્રેશ થઇ ગયું હતું, જેમાં 54 લોકોનાં મોત થયા હતા.
    Published by:Sanjay Vaghela
    First published: