બંને પગ ગુમાવ્યાં છતાં ન હારી હિંમત, 69 વર્ષે સર કર્યો એવરેસ્ટ

News18 Gujarati
Updated: May 16, 2018, 8:35 AM IST
બંને પગ ગુમાવ્યાં છતાં ન હારી હિંમત, 69 વર્ષે સર કર્યો એવરેસ્ટ
News18 Gujarati
Updated: May 16, 2018, 8:35 AM IST
કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, આ કહેવતને સાબિત કરી બતાવી છે ચીનના જીયા બોયુ છે, જીયા બોયુએ 69 વર્ષની વયે એવરેસ્ટ સર કર્યો છે, એનાથી પણ અચરજ પમાડે તેવી વાત તો એ છે કે જીયા બોયુએ વર્ષો પહેલા એવરેસ્ટ પર ચડાણ દરમિયાન પોતાના બંને પગ ગુમાવવાનો વારો આવ્યો હતો, આર્ટિફિશિયલ પગની મદદથી એવરેસ્ટ સર કરનાર જીયા બોયુ દુનિયાના બીજી વ્યક્તિ છે.

43 વર્ષથી કરી રહ્યાં હતા પ્રયાસ

ચીનના જીયા બોયૂએ અંતે એ કરી બતાવ્યું જેની તેઓ 1975થી મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. જીયા બોયૂ દુનિયાના સૌથી ઉંચા પર્વત એવરેસ્ટ સર કર્યો એ પણ બંને પગ વગર, 69 વર્ષિય જીયા પ્રથમ પ્રયાસમાં ખરાબ હવામાનને કારણે ઓક્સિજન ન મળવાને કારણે તેમના પગે કામ કરવાનું બંધ કરી દીધું. 1996માં બ્લજ કેન્સરને કારણે તેમના બંને પગ કાપવા પડ્યા હતા. તેમ છતા જીયા બોયુએ પોતાનું સપનું ન ભૂલ્યા અને એવરેસ્ટ સર કરવાના પ્રયાસો ચાલુ કર્યા.પાંચ પ્રસાયે સફળતા

જીયાના સપના પર નેપાળ સરકારના નિર્ણયે પાણી ફેરવી દીધું કે દિવ્યાંગો એવરેસ્ટ સર કરી શકશે નહીં, જો કે તેઓ હિમ્મત ન હાર્યા અને હાઇકોર્ટ આ નિયમ હટાવી લીધો. આ વાતની જાણ થતાં જીયા ખુશ થઇ ગયા અને પોતાનું સપનું પૂરું કરવાની તૈયારી શરૂ કરી. જીયાએ એવરેસ્ટ સર કરવા માટે એક નહીં પણ પાંચ પ્રયાસો કર્યા હતા. પાંચમાં પ્રયાસમાં તેઓને સફળતા મળી. આ પહેલા તેઓએ 1975, 2014,2015 અને 2016માં પ્રયાસ કર્યો હતો. 2016માં તો તેઓ એવરેસ્ટના ટોચથી માત્ર 200 મીટર દૂર રહી ગયા હતા. જીયા પહેલા ન્યૂઝીલેન્ડના માર્ક ઇંગ્લિસે પણ બંને પગ વગર એવરેસ્ટ સર કર્યો હતો.
First published: May 15, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर