68 વર્ષની મહિલા સામે હસ્તમૈથુન કરવા લાગ્યો યુવક અને મહિલાએ કર્યું ‘આવું’

પ્રતિકાત્મક તસવીર

અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં રહેનારી એક વૃદ્ધ મહિલાએ ખુલ્લા રસ્તા ઉપર હસ્તમૈથુન કરી રહેલા યુવકને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ન રોકાયો.

  • Share this:
    અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં રહેનારી એક વૃદ્ધ મહિલાએ ખુલ્લા રસ્તા ઉપર હસ્તમૈથુન કરી રહેલા યુવકને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ન રોકાયો. આ યુવક તેની તરફ આગળ વધતો રહ્યો હતો. મહિલા તેની આ હરકતને જોઇને એકદમ ડરી ગઇ હતી. ના છુટકે મહિલાએ આ યુવકને ગોળી મારી દીધી હતી.

    આ ઘટના મંગળવારે સાંજે 5 વાગ્યાની આસપાસ બની છે. મહિલા પોતાના ઘરની બહાર કચરો ફેંકવા માટે આવી હતી. ત્યારે તેની નજર એક યુવક ઉપર પડી હતી. જે રસ્તા પર સાયકલ લઇને ચલાવતા ચલાવતા હસ્તમૈથુન કરતો હતો.

    સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલાએ બુમ પાડીને તેને આ હરકતને રોકવામાં કહ્યું હતું પરંતુ તેણે ન સાંભળ્યું. જોકે ઉલટાનું યુવક મહિલાનો પીછો કરવા લાગ્યો હતો. મહિલા એકદમ ગભરાઇ ગઇ હતી. તે ઘરના દરવાજા સુધી પહોંચી ગઈ હતી.

    આમ છતાં યુવક મહિલાનો પીછો કરતો રહ્યો. એટલું જ નહીં આ યુવક મહિલાના ઘરમાં ઘુસવા માટે પ્રયત્ન કર્યો હતો. આ ઘટના વચ્ચે મહિલાએ તેને ગોળી મારવાની ધમકી પણ આપી હતી. મહિલાની આ ધમકીની તેના ઉપર કોઇ અસર ન થઇ. છેવટે મહિલાએ એ યુવકને ગોળી મારી દીધી હતી.

    ત્યારબાદ આ મામલા પોલીસ પાસે પહોંચ્યો છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. પોલીસે રેકોર્ડ તપાસ્યા તો જાણવા મળ્યું કે આ પહેલા પણ યુવક આવી હરકત કરી ચુક્યો હતો.
    Published by:Ankit Patel
    First published: