ઇમિગ્રેશન નિયમોના ભંગ બદલ અમેરિકામાં 600 ભારતીય સ્ટૂડન્ટ્સની ધરપકડ

ઇમિગ્રેશન નિયમોના ભંગ બદલ અમેરિકામાં 600 ભારતીય સ્ટૂડન્ટ્સની ધરપકડ

યૂએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સમેન્ટ એજન્સી દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન ભારતીયોની ધરપકડ કરી

  • Share this:
    અમેરિકામાં કથિત રીતે ઇમિગ્રેશનના નિયમોના ભંગ કરવાના આરોપોમાં લગભગ 600 ભારતીય સ્ટૂડન્ટ્સની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકન તેલુગુ અસોસિયેશન(ATA)ના મતે યૂએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સમેન્ટ એજન્સી દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન ભારતીયોની ધરપકડ કરી છે. ATAએ એક ફેસબુક પોસ્ટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ, યૂએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સે દેશભરમાં વિદેશી વિદ્યાર્થીઓ પર એક્શન દરમિયાન મોટી સંખ્યામાં તેલુગુ વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે.

    એસોસિયેશને જણાવ્યું હતું કે અમેરિકી એજન્સીઓની કાર્યવાહી એવા વિદેશી છાત્રોને ટાર્ગેટ કરી કરી છે જે મંજૂરી વગર દેશમાં રહી રહ્યા છે. હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી સ્ટૂડન્ટ્સને ટાર્ગેટ કરવા માટે એક ફર્મિંગ્ટન હિલ્સ (મિશિગન)માં એક નકલી યૂનિવર્સિટી ઉભી કરી છે. ડેટ્રોયટમાં બુધવારે આરોપોમાં આ વાતનો ઉલ્લેખ કરાયો હતો.

    આ પણ વાંચો - અમેરિકામાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભગવાનનું મુખડું શાહીથી કાળું કરાયું

    અમેરિકી તેલુગુ એસોસિયેશને કહ્યું છે કે 2015થી યૂનિવર્સિટી એક સંઘીય કાનુન પ્રવર્તન એજન્સીના અંડરકવર ઓપેરેશનનો ભાગ હતી. જેમાં ઇમિગ્રેશન ફ્રોડમાં સામેલ વિદ્યાર્થીઓે અને તેમને ભરતી કરનારની ઓળખ કરવા માટે ડિઝાઈન કરવામાં આવી હતી. સ્ટૂડન્ટ્સની ભરતી કરનાર 8 લોકો ઉપર ઓછોમાં ઓછા 600 વિદેશી નાગરિકોને અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેવામાં મદદ કરવાના ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ લાગ્યો છે.

    એસોસિયેશને કહ્યુ હતું કે પ્રભાવિત વિદ્યાર્થીઓ અને તેમના મિત્રો દ્વારા અમેરિકન તેલુગુ એસોસિયેશને આ મામલાની જાણકારી મળી હતી. આ માટે ATAને માર્ગદર્શન અને મદદ માટે ફોન આવી રહ્યા છે. ATAના પદાધિકારીઓની ટીમ ઘણા શહેરોમાં પોતાના તરફથી ઉપાયો શોધવા લાગી ગઈ છે. ATAએ 31 જાન્યુઆરીએ 7pm ના રોજ એક સેમિનારનું આયોજન પણ કર્યું છે. આ દરમિયાન જાણકારો તરફથી સ્ટૂડન્ટ્સને ગાઇડ કરવામાં આવશે.
    Published by:Ashish Goyal
    First published: