ગયા વર્ષે 50,000થી વધુ ભારતીયો અમેરિકાનાં નાગરિક બન્યા

News18 Gujarati
Updated: October 19, 2018, 12:08 PM IST
ગયા વર્ષે 50,000થી વધુ ભારતીયો અમેરિકાનાં નાગરિક બન્યા
ગયા વર્ષે 50000થી વધારે ભારતીયો અમેરિકાનાં નાગરિકો બની ગયા.

  • Share this:

ગયા વર્ષે 50000થી વધારે ભારતીયો અમેરિકાનાં નાગરિકો બની ગયા. એક અહેવાલ મુજબ, 2016 કરતા 2017માં ભારતીયોએ અમેરિકાની નાગરિક્તા મેળવી.


ડિપાર્ટમેન્ટ હોમલેન્ડ સિક્યોરિટીએ જાહેર કરેલા વાર્ષિક અહેવાલ મુજબ, 2017નાં વર્ષમાં 50,802 ભારતીયોએ અમેરિકાની નાગરિક્તા મેળવી. આ પહેલા, 2016ના વર્ષમાં 46,188 ભારતીયોએ અમેરિકાની નાગરિક્તા મેળવી હતી અને 2015ના વર્ષમાં 42,213 ભારતીયોએ અમેરિકાની નાગરિક્તના મેળવી હતી. દર્ષ વર્ષે આ આંકડો વધતો જાય છે.


આ અહેવાલ મુજબ, 2017ના વર્ષમાં અમેરિકાએ 7.0 લાખ વિદેશીઓને અમેરિકાની નાગરિક્તા આપી છે. જેમાં સૌથી વધારે મેક્સિકોના નાગરિકોનો સમાવેશ થાય છે. 1.18 લાખ મેક્સિકન લોકોએ અમેરિકાની નાગરિક્તા મેળવી. આ પછી ભારતીયો બીજા ક્રમે આવે છે અને ત્યારબાદ ચાઇનીઝ લોકોનો આવે છે.બીજા એક રસપ્રદ આંકડાઓ મુજબ, પુરષો કરતા મહિલાઓએ અમેરિકાની નાગિરક્તા વધુ મેળવી છે.


આ પણ વાંચો :  ચીનમાં રહસ્યમય બીમારીનો ભોગ બન્યો અમેરિકન નાગરિક

મહત્વની વાત એ છે કે, જે ભારતીયોએ અમેરિકાની નાગરિક્તા મેળવી તેમાં 12,000 નાગિરકો કેલિફોર્નિયામાં સ્થાયી થયા છે જ્યારે 5900 નાગરિકો ન્યૂયોર્કમાં સ્થાયી થયા છે.

ભારતીયોમાં અમેરિકા જઇને સ્થાઇ થવાનો ક્રેઝ યથાવત છે અને દર વર્ષે અમેરિકાની નાગરિક્તા મેળવવા માટે લાખો ભારતીયો અરજી કરે છે. મહત્વની વાત એ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાનાં પ્રમુખ બન્યા પછી અનેક ભારતીયોને ચિંતા વધી હતી કે, નવી સરકાર વિઝાના નિયમો કડક બનાવશે તો તેમનું અમેરિકન ડ્રીમ પડી ભાંગશે પણ એવુ બન્યું નથી. આ એક સારા સમાચાર છે. આંકડા જ કહે છે કે, દર વર્ષે અમેરિકાની નાગરિક્તા મેળવતા નાગરિકોની સંખ્યામાં વધારો થતો જાય છે.

First published: October 19, 2018
વધુ વાંચો
अगली ख़बर