44 વર્ષ બાદ અર્ધ સૂર્યગ્રહણ, આ રાશિઓને સૌથી વધુ લાભ

44 વર્ષ બાદ અર્ધ સૂર્યગ્રહણ, આ રાશિઓને સૌથી વધુ લાભ

News18 Gujarati
Updated: July 12, 2018, 7:34 PM IST
44 વર્ષ બાદ અર્ધ સૂર્યગ્રહણ, આ રાશિઓને સૌથી વધુ લાભ
44 વર્ષ બાદ અર્ધ સૂર્યગ્રહણ, આ રાશિઓને સૌથી વધુ લાભ
News18 Gujarati
Updated: July 12, 2018, 7:34 PM IST
શુક્રવારે 13 જુલાઇના રોજ બીજું અર્ધ સૂર્યગ્રહણ લાગશે. આ ગ્રહણ આંશિક સૂર્યગ્રહણ હશે. આ ગ્રહણ મોટે ભાગે દક્ષિણ ઑસ્ટ્રેલિયા, પેસિફિક અને હિંદ મહાસાગરમાં દેખાશે. ભારત અને પાડોશી દેશોમાં એનાં દર્શન નહિ થાય, એટલે અહીં સૂતક વગેરે જેવા નિયમ લાગુ નહિ પડે. સૂર્યના વિશેષ રૂપના પ્રભાવિત થવાને કારણે એની અસર અલગ અલગ રાશિઓ પર 15 દિવસ સુધી રહેશે.

ભારતીય સમય પ્રમાણે, અર્ધ સૂર્યગ્રહણનો પ્રારંભ સવારે 07.18થી શરૂ થઈને 09.43 વાગ્યે પૂરું થશે. આ ગ્રહણની કુલ અવધિ લગભગ 02 કલાક અને 25 મિનિટ છે.

આ વખતે સૂર્યગ્રહણ 13 જુલાઇના શુક્રવારે થશે. આ યોગ પૂરાં 44 વર્ષ બાદ ફરી આવ્યો છે. આવો જ યોગ એટલે કે શુક્રવાર અને 13 તારીખવાળા મેળનો યોગ હવે 13 સપ્ટેમ્બર 2080ના રોજ આવશે.

સૂર્યગ્રહણની 12 જુદી જુદી 12 રાશિઓ પર પડનારી અસર

મેષ: આ રાશિના લોકો ખૂબ બુદ્ધિશાળી હોય છે અને તેઓ નિર્ણય પણ ઝડપથી લેતા હોય છે. આ સૂર્યગ્રહણથી તમને આર્થિક લાભ મળી શકે છે. તમારી સુખ-સુવિધાઓમાં પણ વધારો થવાની શક્યતા છે. સમાજમાં તમારા માનમાં વધારો થશે. નોકરી-ધંધામાં સફળતા મળે. પીડીકારક સમય હોય તો એમાં જલદી રાહત મળે. આ સમય દરમિયાન પૈસા કરતાં તમારા આરોગ્યને વધુ મહત્ત્વ આપવાથી લાભ થાય.

વૃષભ: આ રાશિના લોકોને ભૌતિક વસ્તુઓ પ્રત્યે બહું લગાવ હોય છે. આ સમયગાળા દરમિયાન કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે, જેમાં આરોગ્યસંબંધી સમસ્યાઓ પણ હોઈ શકે છે. તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. તમારી સુખશાંતિમાં ખલેલ પડવાથી તમને છોડી માનસિક અસર પણ થાય. આ સમય દરમિયાન મોબાઇલ, ટીવી જેવાં ભૌતિક સાધનોથી બને એટલા દૂર રહેવું. રોજ સવારે અને સાંજે ગાયત્રી મંત્રની એક માળા અવશ્ય કરવી. તમારા મન પર જેટલો સંયમ રાખશો એટલી અસર ઓછી થશે અને મન શાંત થઈ જશે.

મિથુન: આ રાશિના લોકોનું મગજ બહુ તેજ ચાલે છે અને થોડા ગરમ પણ હોય છે. આ સમયગાળા દરમિયાન આરોગ્યની બાબતમાં ઘણી સાવચેતી રાખવી. હમણાં જ નહિ પૂરા એક વર્ષ માટે સ્વાસ્થ્ય બાબતે જાગ્રત રહેવું. વાહન ચલાવવામાં પણ સાવધાન રહેવું. કોઈની પર વધુપડતો વિશ્વાસ મૂકવાથી અથવા આશા રાખવાથી મુશ્કેલી આવી શકે છે. કાર્યક્ષેત્રમાં લાભ-સફળતા પ્રાપ્ત થવાની શક્યતાઓ ખૂબ ઓછી છે. વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવું.
Loading...

કર્ક: આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ સામાન્ય બને રહે. આ સમયગાળા દરમિયાન કોઈની સાથે વિવાદમાં પડવું નહિ. મનની સ્થિતિ પ્રત્યે જાગ્રત રહેવું. આ સમયગાળા દરમિયાન બધા સાથે કામપૂરતું બોલવું. આ સમયમાં મનની સ્થિનિ ન બગડે એનું ખાસ ધ્યાન રાખવું.

સિંહ: આ રાશિના જાતકો માટે આ સમયગાળા માટે તેમની ઇચ્છાશક્તિ અને સાહસમાં વધારો થશે. તેમનો વિશ્વાસ વધુ મજબૂત બનશે. તેમની નોકરીમાં અને વ્યવસાયક્ષેત્રે સારી પ્રગતિ જોવા મળે.

કન્યા: આ રાશિના લોકો સારું જ્ઞાન-બુદ્ધિ ધરાવતા હોય છે, પણ ચંદ્રગ્રહણની અસર તેમના મન પર પડશે, એટલે માનસિક સ્થિતિ પ્રત્યે સભાન રહેવું. કુટુંબની સમસ્યાને કારણે તેઓ પરેશાન થઈ શકે છે, પણ કાયદાના મામલે તમારા પક્ષે ચુકાદો આવી શકે છે.

તુલા: આ રાશિના લોકોનો દિવાળી સુધીનો સમયગાળો થોડો ભારે રહેશે. બંને ત્યાંસુધી સામે ચાલીને જવાબદારી ન લેવી, કારણ કે એમાં કદાચ તમે સફળ ન પણ થાવો. સારા સમયની પ્રતીક્ષા કરો, મુશ્કેલીઓ આપોઆપ જતી રહેશે.

વૃશ્ચિક: આ સમયગાળા દરમિયાન તમારો વિશ્વાસ વધશે, એટલે હાથમાં લીધેલું કોઈપણ કામ સારી રીતે પાર પડે. તમારી ઉન્નતિ વધે. તમારી આવકમાં વૃદ્ધિ થાય. ઘરમાં વધુ નાણાં આવે. આ સમયમાં નાણાં, સફળતા મળવાથી તમારું મન ખૂબ આનંદિત અને સંતુષ્ટ થઈ જાય, સાડાસાતીનો છેલ્લો તબક્કો હોવાથી તબિયત પ્રત્યે અંધારામાં રહેવું નહિ.

ધન: આ સમયગાળા દરમિયાન તમારા ઘરમાં શાંતિમાં ખલેલ ન પડે એનું ધ્યાન રાખવું. તમારા જીવનસાથીને સાથે વાદ-વિવાદ ન કરવો. તેમની સાથે ઝઘડા ન કરવા. મન સાથ રહે એ માટે સવારે વહેલા ઊઠી પ્રાણાયામ કરવા અને ગાયત્રી મંત્ર બને એટલી વધારે વખત બોલવા.

મકર: આ રાશિના લોકોનો આ સમયગાળો મુશ્કેલીઓનો રહેશે. એમાં કોઈની સાથે ઝઘડા કરવા નહિ તેમ જ વાદવિવાદમાં પડવું નહિ. બને એટલું ઓછું બોલવું. આરોગ્ય પ્રત્યે જાગ્રત રહેવું. આવકમાં ઘટાડો થાય. આ રાશિના લોકોનો સાડાસાતીનો પહેલો તબક્કો હોવાથી મન પર સંયમ રાખી કામ કરવું

કુંભ: આ રાશિના લોકોની તનાવ વધવાથી મુશ્કેલીઓ વધી શકે છે. આ સમયગાળા દરમિયાન કોઈ મોટી મુસાફરી કરવી નહિ. આ સમયગાળો સંઘર્ષવાળો છે, એટલે મન શાંત રહે એ માટે સારી સારી પ્રવૃત્તિઓ કરવી. આધ્યાત્મિક માર્ગે તમારું મન રાખવું.

મીન: આ રાશિના લોકો પર સૂર્યગ્રહણની શુભ અસર રહેશે. આ સમયગાળા દરમિયાન દરેક કામમાં સફળતા અને લાભ મળશે. નોકરી-ધંધામાં સારી પ્રગતિ રહે. નવાં માધ્યમો દ્વારા આવકમાં વધારો થાય. આ સમય તમારા માટે બહુ અનુકૂળ છે.
First published: July 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...