Home /News /world /

Video: 3 કરોડનું બીચ હાઉસ એકાએક દરિયાના મોજાથી થયું તબાહ, Climate Changeની ભયાનક અસર!

Video: 3 કરોડનું બીચ હાઉસ એકાએક દરિયાના મોજાથી થયું તબાહ, Climate Changeની ભયાનક અસર!

નોર્થ કેરોલિના બીચ પરનું એક બીચ હાઉસ નાશ પામ્યું

Beach House Collapse Video : અમેરિકા (United States News)ના નોર્થ કેરોલિના બીચ (North Carolina) પર એક ખૂબ જ મોંઘા બીચ હાઉસ તૂટી પડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral On Social Media) થઈ રહ્યો છે.

  Climate Change : જો અત્યાર સુધી ક્લાઈમેટ ચેન્જની બાબતો વિશે આપણી આંખો ખુલી નથી, તો આપણે આપણી આસપાસ જોવાની જરૂર છે. પૃથ્વી કેવી રીતે જોખમમાં છે અને કુદરતનું બદલાયેલું સ્વરૂપ માનવ માટે કેટલું જોખમી સાબિત થઈ શકે છે. અમેરિકાના (United States News)ના નોર્થ કેરોલિના બીચ (North Carolina) પરનું એક બીચ હાઉસ જે રીતે દરિયાના મોજાથી તબાહ થઈ ગયું, તે વિડીયો જોયા પછી કંઈ કહેવાની જરૂર નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

  આ વીડિયોને અમેરિકાની નેશનલ પાર્ક સર્વિસે શેર કર્યો છે. 10 મેના રોજ બનેલી આ ઘટનાનો એક વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે, જેમાં મોજાં અને જોરદાર પવનથી ઘર નીચે પડતું જોવા મળે છે. ઘરના નીચેના ભાગને જડમૂળથી ઉખેડી નાખ્યા બાદ મોજા તેને પોતાની સાથે લઈ જાય છે. આ ઘર ખાલી પડેલું હતું અને હેટેરસ આઇલેન્ડની બહાર બાંધવામાં આવ્યું હતું. મુખ્ય ભૂમિથી 48 માઈલ દૂર બનેલું આ ઘર દરિયાકાંઠાના પૂરનો શિકાર બન્યું છે.

  વિડિયો ટ્વિટર પર શેર કર્યો છે
  યુએસ નેશનલ પાર્ક સર્વિસના અધિકારીઓએ વીડિયો શેર કરીને માહિતી આપી છે કે એક જ દિવસમાં આ રીતે પડતું આ બીજું અદભૂત બીચ હાઉસ છે. મકાન ધરાશાયી થવાના થોડાક સેકન્ડ પહેલા વિડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને મોજામાંથી ઘર પડવાની ઘટના સ્પષ્ટપણે જોઈ શકાય છે. હાલમાં આ વિસ્તાર લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ વાવાઝોડાને કારણે ત્યાં હાજર વધુ 9 મકાનો જોખમમાં છે.  આ પણ વાંચો : દરિયાની અંદર જોવા મળ્યો બીજી દુનિયાનો રસ્તો, પીળા રંગનો બનેલો છે રસ્તો!

  ઘરની કિંમત 3 કરોડ હતી
  ડેઈલી સ્ટારના અહેવાલ અનુસાર, જે ઘર પડવાથી નાશ પામ્યું હતું, તેની કિંમત £308,000 એટલે કે ભારતીય ચલણમાં લગભગ 2 કરોડ 92 લાખ રૂપિયા હતી. આ વિસ્તારમાં 15 ફૂટ ઉંચા મોજાઓ ઉછળી રહ્યાં છે, જે અહીં મોજૂદ દરિયાઈ ઘરોને નષ્ટ કરી રહ્યા છે.

  આ પણ વાંચો : અચાનક તૂટી પડી વોટર પાર્કની સ્લાઈડ, ઊંચાઈએથી સરકતા પડવા લાગ્યા લોકો

  આ ખતરનાક ફૂટેજ જોયા બાદ લોકોએ તેમના તરફથી પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે કહ્યું કે ઓથોરિટીએ ઘર બચાવવા માટે કંઈક કરવું જોઈએ, જ્યારે બીજા યુઝરે લખ્યું- આવા મકાનો બનાવનારાઓને પૈસા ન મળવા જોઈએ અને તેથી ઘરોને વીમો પણ મળવો જોઈએ નહીં. ઘણા લોકોએ તેને ક્લાઈમેટ ચેન્જની સીધી અસર ગણાવી હતી.
  Published by:Riya Upadhay
  First published:

  Tags: Climate change, OMG VIDEO, United states of america, Viral videos

  આગામી સમાચાર