Home /News /world /

Kabul : શાળામાં એક બાદ એક 3 બ્લાસ્ટ, લગભગ 25 વિદ્યાર્થીઓના મોત

Kabul : શાળામાં એક બાદ એક 3 બ્લાસ્ટ, લગભગ 25 વિદ્યાર્થીઓના મોત

કાબુલમાં શાળાની બહાર સિરીયલ બ્લાસ્ટ

પહેલો બ્લાસ્ટ મુમતાઝ એજ્યુકેશનલ સેન્ટર પાસે થયો હતો જ્યારે બીજો બ્લાસ્ટ અબ્દુલ રહીમ શહીદ હાઈસ્કૂલ પાસે થયો હતો. ત્રીજો બ્લાસ્ટ પણ સ્કૂલ પાસે થયો હતો. આ બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે બાળકો છૂટીને શાળાએથી નીકળી રહ્યા હતા.

    અફઘાનિસ્તાનની (Afghanistan) રાજધાની કાબુલમાં (Kabul) મંગળવારે એક પછી એક સતત ત્રણ બ્લાસ્ટ થયા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, આ વિસ્ફોટોમાં 25 લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાનના સુરક્ષા અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વિસ્ફોટો પશ્ચિમ કાબુલમાં થયા હતા. પહેલો બ્લાસ્ટ મુમતાઝ એજ્યુકેશનલ સેન્ટર પાસે થયો હતો જ્યારે બીજો બ્લાસ્ટ અબ્દુલ રહીમ શહીદ હાઈસ્કૂલ પાસે થયો હતો. ત્રીજો બ્લાસ્ટ પણ સ્કૂલ પાસે થયો હતો. આ બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે બાળકો રજા દરમિયાન શાળાએથી નીકળી રહ્યા હતા.

    જણાવવામાં આવી રહ્યું છે કે પશ્મિચી કાબુલના દશ્ત-એ-બરચી વિસ્તારમાં એક બાદ એક વિસ્ફોટ થયા. જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે બાળકો શાળામાંથી બહાર આવી રહ્યા હતા. આ શાળામાં ભણતા તમામ બાળકો લઘુમતી હજારા સમુદાયના હતા, જે ઘણીવાર આતંકવાદીઓના નિશાના પર રહે છે. ભૂતકાળમાં તાલિબાન શાસન હેઠળ હજારા સમુદાયના લોકો પર ઘણા હુમલા થયા છે. હજુ સુધી કોઈ જૂથે આ હુમલાઓની જવાબદારી લીધી નથી.

    આ પણ વાંચો - ચીને પહેલીવાર સ્વીકાર્યું! શાંઘાઈમાં કોરોનાથી 3 લોકોના મોત થયા

    અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયે આ વિસ્ફોટોની પુષ્ટિ કરી છે. જો કે મૃત્યુ પામેલા લોકોનો સત્તાવાર આંકડો હજુ આવ્યો નથી. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે તે વિસ્ફોટોની તપાસ કરી રહી છે અને વધુ વિગતો પછીથી શેર કરવામાં આવશે.

    કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ ઝદરાને ટ્વિટર પર જણાવ્યું હતું કે વિસ્ફોટ અબ્દુલ રહીમ શાહિદ હાઈસ્કૂલમાં થયો હતો અને તેમાં અમારા ઘણા શિયા ભાઈઓ માર્યા ગયા હતા. ધ વોલ સ્ટ્રીટ જર્નલ માટે અફઘાનિસ્તાન કવર કરતા પત્રકાર એહસાનુલ્લાહ અમીરીએ ટ્વીટ કર્યું કે કાબુલના દશ્ત બરચીમાં એક શાળા પર આત્મઘાતી બોમ્બર દ્વારા હુમલો કરવામાં આવ્યો.

    આ પણ વાંચો - 'મારી ગિફ્ટ, મારી મરજી'...નેકલેસ વેચવાના વિવાદમાં ઇમરાન ખાને આપ્યું આ નિવેદન

    તેણે લખ્યું કે વિસ્ફોટ અબ્દુલ રહીમ શાહિદ સ્કૂલના મુખ્ય એક્ઝિટમાં થયો હતો જ્યાં વિદ્યાર્થીઓની ભીડ હતી, એક શિક્ષકે મને કહ્યું કે અચાનક થયેલા હુમલામાં ઘણા લોકો ભયભીત છે. પ્રત્યક્ષદર્શીઓને ટાંકીને, મીડિયા આઉટલેટે એ પણ અહેવાલ આપ્યો કે કાબુલના પશ્ચિમમાં મુમતાઝ ટ્રેનિંગ સેન્ટર નજીક હેન્ડ ગ્રેનેડના કારણે વિસ્ફોટ થયો હતો.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Afghanistan News, Taliban news

    આગામી સમાચાર